05 October, 2025 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંશુલાએ સોશ્યલ મીડિયામાં શૅર કરેલી સગાઈના ફોટો
ગુરુવારે બોની કપૂર અને તેમની પહેલી પત્ની મોના કપૂરની દીકરી અંશુલા કપૂરની ગોળધાણાની વિધિ હતી અને પરિવારની હાજરીમાં તેનું સગપણ ગુજરાતી બૉયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં આવેલા મહેમાનોની ફોટોગ્રાફર્સે પાડેલી તસવીરોમાં બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર તથા ખુશી કપૂર જોવા ન મળતાં એવી ચર્ચા ચાલી હતી કે તેમણે આ સગાઈમાં હાજરી નહોતી આપી.
જોકે ગઈ કાલે અંશુલાએ સોશ્યલ મીડિયામાં શૅર કરેલી સગાઈના ફોટોથી આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, કારણ કે આ સગાઈના ફંક્શનમાં આખા કપૂર-પરિવાર સાથે ખુશખુશાલ જાહ્નવી અને ખુશીની હાજરી જોવા મળી રહી છે. જોકે અંશુલા અને રોહનની લગ્નની તારીખ હજી જાહેર નથી કરવામાં આવી.