હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો અનુ કપૂરને

30 January, 2023 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૬ વર્ષના અનુ કપૂરને કાર્ડિયોલૉજીના ડૉક્ટર ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા

અનુ કપૂર

અનુ કપૂરને હાલમાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. તેમને ગુરુવારે છાતીમાં દુખાવો થતાં દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ૬૬ વર્ષના અનુ કપૂરને કાર્ડિયોલૉજીના ડૉક્ટર ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા. તેમની હેલ્થ વિશે માહિતી આપતાં સર ગંગારામ હૉસ્પિટલના ચૅરમૅન ડૉક્ટર અજય સ્વરૂપે કહ્યું કે ‘મિસ્ટર અનુ મદન લાલ કપૂરને ૨૬ જાન્યુઆરીએ છાતીમાં દુખાવો શરૂ થતાં સર ગંગારામ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમને હવે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કાર્ડિયોલૉજી ટીમના ડૉક્ટર જે. પી. એસ. સાહની, ડૉક્ટર રજનીશ જૈન, ડૉક્ટર રાજીવ પાસી, ડૉક્ટર બી. એસ. વિવેક અને ડૉક્ટર સુશાંત વત્તલે તેમની સારવાર કરી છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood annu kapoor