13 August, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘બાગી 4’નું ટીઝર રિલીઝ થઈ ગયું
ટાઇગર શ્રોફ, સંજય દત્ત અને સોનમ બાજવાની ફિલ્મ ‘બાગી 4’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ સંધુ બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ટીઝરમાં ભરપૂર હિંસા છે અને આટલી બધી હિંસા જોઈને લોકો એને રણબીર કપૂરની ‘ઍનિમલ’ સાથે સરખાવી રહ્યા છે. ટીઝરમાં હરનાઝ સંધુથી સોનમ બાજવા સુધી દરેક જણ હિંસક સીન કરતું જોવા મળી રહ્યું છે. સંજય દત્ત અને ટાઇગર શ્રોફ ફિલ્મમાં ખૂંખાર લુકમાં જોવા મળે છે.