અનિલ કપૂરે ચાહકોને કઈ ચૅલેન્જ આપી?

20 January, 2019 08:04 AM IST  | 

અનિલ કપૂરે ચાહકોને કઈ ચૅલેન્જ આપી?

અનિલ કપૂરે ચાહકોને આપી ચેલેન્જ

બૉલીવુડમાં હાલમાં ઘણી સેલિબ્રિટીઝ દસ વર્ષ પહેલાં કેવી હતી અને અત્યારે કેવી દેખાઈ રહી છે એ ચૅલેન્જને ફૉલો કરી રહી છે ત્યારે અનિલ કપૂરે પોતાની એક ચૅલેન્જ બનાવી છે. અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તેણે ચાર ફિલ્મોનાં દૃશ્યો મૂક્યાં છે. પહેલી ફિલ્મ 1989ની ‘રામ લખન’નો આઇકૉનિક ડાન્સ છે. બીજી ફિલ્મ 1999ની ‘તાલ’નું ‘રમતા જોગી’ ગીત છે. ત્રીજી ફિલ્મ 200+ની ‘સ્લમડૉગ મિલ્યનેર’ છે અને ચોથી તેની આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’નું ગીત છે. આ વિડિયો શૅર કરતાં અનિલ કપૂરે લખ્યું હતું કે દસ વર્ષની ચૅલેન્જને ભૂલી જાઓ અને અનિલ કપૂરની ચૅલેન્જને ફૉલો કરો.

આ પણ વાંચોઃવડા પ્રધાન સાથે મુલાકાત કરી અનિલ કપૂરે