16 July, 2022 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર
અનિલ કપૂરે તેના બીમાર પિતાને આરામ મળે એ માટે તેણે સ્પૉટ બૉયનું કામ કરવાનું શરૂ કર્યું હતું. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઍક્ટર તરીકે અનિલ કપૂરને ૩૯ વર્ષ પસાર થઈ ગયાં છે. શરૂઆતમાં તેને પણ ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. ૧૭ વર્ષની ઉંમરે તેણે પોતાના પિતાને સપોર્ટ કરવા માટે જે કામ કર્યું હતું એનો તેને કોઈ અણગમો નથી અને એ કામ પણ તેને ગમતું હતું. અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂર ફિલ્મમેકર હતા. પિતાને સપોર્ટ કરવા વિશે અનિલ કપૂરે કહ્યું કે ‘અમને જાણ થઈ કે પિતાને દિલની બીમારી છે અને એ વખતે એ ખૂબ ગંભીર બીમારી ગણવામાં આવતી હતી. એ મારી લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ હતો. મેં એ જ વખતે નક્કી કર્યું કે હું કામની શરૂઆત કરીશ અને પિતાને આરામ કરવા દઈશ. એ વખતે હું માત્ર ૧૭-૧૮ વર્ષનો હતો. મેં જે કામ કર્યું એને હું ખરાબ કામ નહીં કહું, કારણ કે મને એ કરવું ગમતું હતું. મારે ઍક્ટર્સને સવારે જગાડવાના હતા, તેમને ઍરપોર્ટ પરથી લઈને તેમના સ્થાને પહોંચાડવાના હતા, તેમની કાળજી લેવાની હતી, તેમને યોગ્ય ભોજન અને સમયસર ટી-બ્રેક્સ આપવાના હતા. તો આવા બધા ઑડ જૉબ્સ મેં કર્યા હતા.’