આ ફોટો જોઈને કોઈ નહીં માને કે અનિલ કપુર છે 63 વર્ષના...

22 October, 2020 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફોટો જોઈને કોઈ નહીં માને કે અનિલ કપુર છે 63 વર્ષના...

તસવીર સૌજન્યઃ અનિલ કપૂરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

સોશ્યલ મીડિયામાં અભિનેતા અનિલ કપુરના છાતીના વાળને લઈને ઘણા મિમ્સ બન્યા છે. ઘણા મિમ્સ તો અભિનેતાએ પોતે જ શૅર કર્યા છે. જોકે તેમની ફીટનેસ અને ફેસનો સ્પાર્ક પરથી કોઈ કહી શકતુ નથી કે તે સિનિયર સિટીઝન છે. ડિસેમ્બરમાં જ અનિલ કપૂર 63 વર્ષના થયા છે પરંતુ હાલમાં તેમણે ઈન્સ્ટાગ્રામમાં એક ફોટો મૂક્યો છે જે જોઈને કોઈ નહીં માને કે તે 63 વર્ષના છે.

પોતાનો શર્ટલેસ ફોટોઝ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે જે ખૂબ જ વાયરસ થયો છે અને બૉલીવુડ જગતના ઘણા લોકોએ તેમને કમેન્ટ પણ આપી છે.

સોનમ કપૂરે આ ફોટામાં લાફિંગનું ઈમોજી આપ્યું છે. સંજય કપૂરે પણ લાફિંગનું ઈમોજી આપીને કમેન્ટ આપી હેલ્લો બ્રધર. રિતેશ દેશમુખે રેડ હાર્ટ કમેન્ટમાં પોસ્ટ કર્યા હતા.અર્જુન કપૂરે ફાયરનું ઈમોજી શૅર કર્યું અને હૃતિક રોશને લખ્યું, હું સંમત છું.

anil kapoor instagram bollywood sonam kapoor arjun kapoor riteish deshmukh hrithik roshan