‘ધ નાઇટ મૅનેજર’ પર આધારિત સિરીઝ ‘કૅપ્ટન’માં અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર જોવા મળશે

20 June, 2022 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે

અનિલ કપૂર

‘મલંગ’ બાદ અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર ‘ધ નાઇટ મૅનેજર’ નૉવેલ પર આધારિત સિરીઝ ‘કૅપ્ટન’માં જોવા મળવાના છે. આ સિરીઝને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. એમાં સોભિતા ધુલિપલા પણ જોવા મળે એવી શક્યતા છે. આ સ્પાય-થ્રિલરને શ્રીલંકામાં શૂટ કરવામાં આવશે. આ સિરીઝની જાહેરાત ગયા વર્ષે જ કરવામાં આવી હતી. આવતા વર્ષે રિલીઝ થનાર આ સિરીઝને સંદીપ મોદી ડિરેક્ટ કરી રહ્યો છે. આ શોને પ્રીતિ ઝિન્ટા અને બનીજય એશિયા સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. 

entertainment news bollywood bollywood news upcoming movie anil kapoor aditya roy kapur