ભૂલભુલૈયા 2નું ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે: અનીસ બઝ્મી

07 December, 2020 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂલભુલૈયા 2નું ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે: અનીસ બઝ્મી

અનીસ બઝ્મી

ડિરેક્ટર અનીસ બઝ્મીએ જણાવ્યું છે કે ‘ભૂલભુલૈયા 2’નું થોડા દિવસો બાદ મુંબઈમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. આ ફિલ્મ 2007માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. પ્રિયદર્શનની એ ફિલ્મમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન અને શાઇની આહુજા લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. હવે એની સીક્વલ‘ભૂલભુલૈયા 2’ને લઈને અનીસ બઝ્મીએ કહ્યું હતું કે ‘આ મહિનામાં અમે ‘ભૂલભુલૈયા 2’નું શૂટિંગ શરૂ કરીશું. ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં એને પૂરું કરવાની યોજના છે. અમે પહેલાં મુંબઈમાં બાદમાં લખનઉમાં શૂટિંગ કરવાના છીએ. સેટ બનાવવામાં આવશે અને તમામ સાવચેતી લેવામાં આવશે. ફિલ્મની રિલીઝ વિશે કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી. અમારો ઉદ્દેશ માત્ર શૂટિંગ જલદી પૂરું કરવાનો છે. આસપાસ અને ખાસ કરીને થિયેટર્સમાં કેવું વાતાવરણ છે એ જોવામાં આવશે.’

entertainment news bollywood bollywood news upcoming movie anees bazmee