ચીનમાં 300 કરોડ પાર કર્યા બાદ પણ 'અંધાધુન'ની શાનદાર કમાણી

23 April, 2019 03:21 PM IST  |  મુંબઈ

ચીનમાં 300 કરોડ પાર કર્યા બાદ પણ 'અંધાધુન'ની શાનદાર કમાણી

અંધાધુન

આયુષ્માન ખુરાનાની સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ અંધાધુને ચીનમાં દર્શકો પર પોતાની પકડ બનાવી રાખી છે અને 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યા બાદ પણ આ ફિલ્મ સારી રફ્તાર સાથે ચાલી રહી છે.

શ્રીરામ માઘવનના નિર્દેશનમાં બનેલી આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબૂ સ્ટારર ફિલ્મ અંધાધુને ચીનના બૉક્સ ઑફિસ પર રિલીઝના 20માં દિવસે એટલેકે આ સોમવારે 99 મિલિયન ડૉલર એટલેકે 6 કરોડ 89 લાખ રૂપિયાનનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી હવે 44.45 મિલિયન ડૉલર એટલેકે 309 કરોડ 51 લાખ રૂપિયા થઈ ગઈ છે. ચીનમાં અંધાધુને 19માં દિવસે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને બજરંગી ભાઈજાનની કમાણીને પાછળ છોડી દીધું છે.

ફિલ્મને ટીનમાં 3 એપ્રિલે 5000થી વધારે સ્ક્રિન્સમાં રિલીઝ કરવામાં આવી હતી. 5 ઑક્ટોબર 2018ના ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ અંધાધુને પહેલા દિવસે 2 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મના લાઈફ ટાઈમના રૂપમાં 74 કરોડ 59 લાખ રૂપિયાની બમ્પર કમાણી થઈ અને આ ફિલ્મ સુપરહિટમાં ગણાય છે.

આ પણ : આમિર ખાને ફ્લાઈટમાં કર્યું કંઈક એવું, કે વીડિયો થઈ ગયો વાઈરલ

શ્રીરામ રાઘવનને મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મોના માસ્ટર કહેવામાં આવે છે. પોતાની એક શોર્ટ ફિલ્મને એમણે પૂરી ફિલ્મના રૂપમાં અંધાધુન દ્વારા રજૂ કરી. અંધાધુન એક નેત્રહીન પિયાનો પ્લેયરની વાર્તા છે. રાધિકા આપ્ટે, આ નેત્રહીનના લેડી લવના પાત્રમાં છે. આયુષ્માન, તબૂના ઘરે પિયાનો વગાડે છે અને આ એ દરમિયાન મર્ડર થઈ જાય છે. શું તે આ હત્યાનો સાક્ષી છે? શું તેઓએ હત્યા જોઈ છે? આ ફિલ્મમાં આ એક સમાન રહસ્ય છે, જે ભારતએ જોયું છે, હવે ચીની લોકોના હ્રદયમાં ઉતરી ગઈ છે. ફિલ્મને બનાવવામાં લગભગ 22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ayushmann khurrana tabu bollywood news entertaintment