Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાને ફ્લાઈટમાં કર્યું કંઈક એવું, કે વીડિયો થઈ ગયો વાઈરલ

આમિર ખાને ફ્લાઈટમાં કર્યું કંઈક એવું, કે વીડિયો થઈ ગયો વાઈરલ

23 April, 2019 01:08 PM IST |

આમિર ખાને ફ્લાઈટમાં કર્યું કંઈક એવું, કે વીડિયો થઈ ગયો વાઈરલ

આમિર ખાન (ફાઈલ ફોટો)

આમિર ખાન (ફાઈલ ફોટો)


આમિર ખાન આમ તો વર્ષમાં એક જ ફિલ્મ કરે છે. અને સમાચરોમાં પણ ઓછા ચમકે છે. જો કે તાજેતરમાં આમિર ખાને કંઈક એવું કરી નાખ્યુ છે કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આમિર ખાનનો આ વીડિયો એક ફ્લાઈટની અંદરનો છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આમિર ખાનની એક હરકતે તેમનો વીડિયો વાઈરલ કરી દીધો છે. આ વીડિયો આમિર ખાનની ફ્લાઈટની મુસાફરીનો છે.



આમિર ખાન ફ્લાઈટના ઈકોનોમિ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છે. અને ફ્લાઈટમાં આમિરને જોઈને પેસેન્જર્સ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. આમિર ખાનનો આ વીડિયો વિરલ ભાયાણીએ શૅર કર્યો છે.


જુઓ વીડિયો.

 
 
 
View this post on Instagram

#ripbusinessclass ? #aamirkhan

A post shared by Viral Bhayani (@viralbhayani) onApr 22, 2019 at 7:34am PDT


 

આમિર ખાનના આ વીડિયો પર લોકો તેમને વખાણી રહ્યા છે. આમિર ખાનના એક ફેને લખ્યું કે,'આમિરભાઈ, માશાઅલ્લાહ, તમે જ અસલી હીરો છો.' તો બીજા એક યુઝરે લખ્યું કે હકીકતમાં આ સાદગીની વાસ્તવિક્તા છે.

આ પણ વાંચોઃ સેટ પર પ્રેંક કરવા માટે જાણીતા છે આ બોલીવૂડ સ્ટાર્સ

ઉલ્લેખનીય છે કે છેલ્લે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં દેખાયા હતા. વિજય કૃષ્ણ આચાર્યએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ફ્લોપ રહી રહી હતી. ફિલ્મમાં આમિર ખાનની સાથે અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ, ફાતીમા સના શેખ મુખ્ય રોલમાં હતા.

આમિર ખાન હાલ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 1994માં આવેલી હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. લાલ સિંહ ચઢ્ઢાને સિક્રેટ સુપરસ્ટારના ડિરેક્ટર અદૈત ચંદન ડિરેક્ટ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ 2020માં આ ફિલ્મ રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 01:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK