ધ બિગ બુલનું શૂટિંગ થયું પૂરું

27 October, 2020 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ બિગ બુલનું શૂટિંગ થયું પૂરું

ધ બિગ બુલનું શૂટિંગ થયું પૂરું

અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’નું શૂટિંગ પૂરુ થતાં સોહમ શાહે જણાવ્યું કે તે ટીમને મિસ કરશે. કોરોનાને કારણે વિશ્વમાં તમામ કામ પર બ્રેક લાગી ગઈ હતી. આ ફિલ્મને અજય દેવગને પ્રોડ્યુસ કરી છે અને કુકી ગુલાટીએ ડિરેક્ટ કરી છે. આ વર્ષનાં અંતે રિલીઝ થનારી આ ફિલ્મમાં તેમની સાથે ઇલિયાના ડિક્રુઝ પણ જોવા મળવાની છે. ફિલ્મની રેપ-અપનાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સોહમે કેપ્શન આપી હતી કે ‘ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ગયુ છે. 8 મહિનાની બ્રેક બાદ છેવટે અમે ‘ધ બિગ બુલ’નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. મને શૂટિંગ પૂરુ થવાની ખુશી પણ છે અને દુઃખ પણ છે. ખુશી એ વાતની કે હવે તમને ફિલ્મ જોવા મળશે. જોકે મને આ અદ્દભુત ટીમ સાથે કામ કરવાનું યાદ આવશે. ખાસ કરીને કુકી ગુલાટી અને અભિષેક બચ્ચન. તો ચાલો તમને જલ્દી જ મળીશ તમારી સ્ક્રીન પર.’

entertainment news bollywood bollywood news upcoming movie abhishek bachchan ajay devgn