આલિયા ભટ્ટની દીકરી ખૂબ જ અડૉરેબલ છે : અનન્યા પાન્ડે

16 August, 2023 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટની દીકરી રાહા ખૂબ જ અડૉરેબલ છે. તે હાલમાં આયુષમાન ખુરાના સાથેની ‘ડ્રીમ ગર્લ 2’ને પ્રમોટ કરી રહી છે.

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડેનું કહેવું છે કે આલિયા ભટ્ટની દીકરી રાહા ખૂબ જ અડૉરેબલ છે. તે હાલમાં આયુષમાન ખુરાના સાથેની ‘ડ્રીમ ગર્લ 2’ને પ્રમોટ કરી રહી છે. તેણે આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં આલિયાની દીકરી વિશે વાત કરી હતી. આલિયા અને રણબીર કપૂરની દીકરી રાહાએ ૨૦૨૨ની ૬ નવેમ્બરે જન્મી હતી. તેમણે એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં ત્યારે આલિયા પ્રેગ્નન્ટ હતી. આ વિશે વાત કરતાં અનન્યાએ કહ્યું કે ‘તેની દીકરી ખૂબ જ સુંદર છે. રાહા ખૂબ જ અડૉરેબલ છે. એવું નથી કે હું આલિયા પાસે તેની દીકરીને છીનવી લેવા માગું છું, પરંતુ તે ખૂબ જ અડૉરેબલ છે એ વાત પણ નક્કી છે.’

Ananya Panday alia bhatt ayushmann khurrana bollywood news bollywood gossips bollywood ranbir kapoor entertainment news