સુહાના ખાનનું ટૉપ જોઈએ છે અનન્યાને

16 May, 2020 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુહાના ખાનનું ટૉપ જોઈએ છે અનન્યાને

અનન્યા પાન્ડેને સુહાના ખાનનું ટૉપ જોઈએ છે, પરંતુ તેનું એમ પણ કહેવું છે કે સુહાના આ ટૉપ નહીં આપે. સોશ્યલ મીડિયા પર અનન્યા અને સુહાના વચ્ચે બેસ્ટ ફ્રેન્ડમાં થાય એવો ઝઘડો શરૂ થઈ ગયો હતો. ગૌરી ખાને હાલમાં જ સુહાનાનો એક ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં સુહાનાએ સ્ટ્રૅપલેસ ટૉપ અને જીન્સ પહેર્યું છે. ફોટોમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌરીએ કૅપ્શન આપી હતી કે ‘નો હેર! નો મેકઅપ! જસ્ટ માય ફોટોગ્રાફી.’

આ ફોટો જોઈને અનન્યાએ કમેન્ટ કરી હતી કે ‘મને આ ટૉપ ખૂબ ગમ્યું છે. જોકે તું મને નહીં આપે.’

તો સુહાનાએ તરત રિપ્લાય આપ્યો હતો કે મારી શૉર્ટ્સ પાછી આપ.

તો અનન્યાએ કમેન્ટ કરી હતી કે ‘ક્યારેય નહીં આપુ. હમણાં તો મેં એ પહેરી છે અને હું હવે હંમેશાં માટે એ પહેરવાની છું.’

entertainment news bollywood bollywood gossips bollywood news Ananya Panday suhana khan