અતરંગી રેમાં મારા કલાકારોને અલગ જ અવતારમાં દેખાડીશ : આનંદ એલ. રાય

19 February, 2020 03:39 PM IST  |  Mumbai

અતરંગી રેમાં મારા કલાકારોને અલગ જ અવતારમાં દેખાડીશ : આનંદ એલ. રાય

આનંદ એલ. રાય

‘અતરંગી રે’નાં ફિલ્મ મેકર આનંદ એલ. રાયનું કહેવું છે કે આ ફિલ્મમાં કલાકારો અલગ જ અવતારમાં જોવા મળવાનાં છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, સારા અલી ખાન અને ધનુષ લીડ રોલમાં છે. અક્ષયકુમારનો રોલ સ્પેશ્યલ રહેવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ બિહાર અને મદુરાઈમાં કરવામાં આવશે. ફિલ્મનું મ્યુઝીક એ. આર. રહમાન આપશે. ૨૦૧૩માં આવેલી ‘રાંઝણાં’ બાદ આનંદ એલ. રાય અને ધનુષ આ ફિલ્મ માટે ફરી એકવાર સાથે આવ્યા છે. આ ફિલ્મ વિશે આનંદ એલ. રાયે કહ્યું હતું કે ‘આ ત્રણેય કૅરૅક્ટર્સ મજેદાર અને વિચિત્ર રહેવાનાં છે. આ તેમની ઇમોશનલ જર્ની છે. હું એવા પાત્રોને શોધી રહ્યો હતો, જે મારી જેમ જ સ્ટોરીની સાથે લાગણીથી જોડાઈ જાય. આ ત્રણેય કલાકારોમાં મને એ વિશેષતા મળી આવી હતી. ફિલ્મનાં દરેક પાત્રોની અલગ વિશેષતાઓ છે, જે તેમનાં કદી ન જોયા હોય એવા અવતારને દેખાડશે.’

dhanush sara ali khan akshay kumar bollywood news entertaintment aanand l rai