ઍક્શન ફિલ્મ બનાવવાની ઇચ્છા પૂરી થઈ આનંદ એલ. રાયની

01 December, 2022 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવાની છે.

આનંદ એલ. રાય

આનંદ એલ. રાયની ઍક્શન ફિલ્મ બનાવવાની ઇચ્છા પૂરી થઈ ગઈ છે. તેમણે આયુષમાન ખુરાના અને જયદીપ અહલાવત સાથે ‘ઍન ઍક્શન હીરો’ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવાની છે. અગાઉ આનંદ એલ. રાયે ‘રાંઝણા’, ‘તુમ્બાડ’, ‘શુભ મંગલ સાવધાન’ ‘અતરંગી’ અને ‘ગુડલક જેરી’ જેવી અનેક પ્રકારની ફિલ્મો બનાવી હતી. એ વિશે આનંદ એલ. રાયે કહ્યું કે ‘અમે હૉરર, ડ્રામા અને કૉમેડી ફિલ્મો બનાવી છે. હંમેશાં ઍક્શન ફિલ્મ બનાવવાનું પણ પ્લાનિંગ કરતા હતા. હવે ‘ઍન ઍક્શન હીરો’ સાથે એ ઇચ્છા પણ પૂરી થઈ ગઈ.’

entertainment news bollywood news bollywood gossips bollywood aanand l rai ayushmann khurrana upcoming movie