ત્રીજી વાર રીયુનિયન

22 June, 2023 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધનુષ અને આનંદ એલ. રાય ‘રાંઝણા’ અને ‘અતરંગી રે’ બાદ લઈને આવ્યા ‘તેરે ઇશ્ક મેં’

તેરે ઇશ્ક મેં

ધનુષ અને આનંદ એલ. રાય ‘રાંઝણા’ અને ‘અતરંગી રે’ બાદ ફરી સાથે આવી રહ્યા છે. તેમનું રીયુનિયન હવે ‘તેરે ઇશ્ક મેં’ દ્વારા થઈ રહ્યું છે. આ ફિલ્મને આનંદ એલ રાય દ્વારા પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવામાં આવી રહી છે. ૨૦૧૩માં આવેલી ‘રાંઝણા’ દ્વારા ધનુષે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રાઇટર તરીકે હિમાંશુ શર્મા, ગીતકાર તરીકે ઇર્શાદ કામિલ અને મ્યુઝિક ડિરેક્ટર તરીકે એ. આર. રહમાને કામ કર્યું છે. પહેલી ફિલ્મને દસ વર્ષ થતાં તેઓ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વિ​શે આનંદ એલ. રાયે કહ્યું કે ‘ધનુષ સાથેની અમારી આગામી નવી ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ વિશે જાહેરાત કરવા માટે આનાથી વધુ સારો દિવસ કોઈ નહીં હોઈ શકે. ‘રાંઝણા’ મારા દિલમાં ખૂબ જ સ્પેશ્યલ સ્થાને છે. દુનિયાભરમાંથી આ ફિલ્મને જે પ્રેમ મળ્યો છે અને હજી પણ મળી રહ્યો છે એ કાબિલે દાદ છે.’

dhanush aanand l rai bollywood news bollywood gossips bollywood entertainment news