હંમેશાં મસાલા ફિલ્મ કરવાની ઇચ્છા હતી : અમાયરા દસ્તુર

16 September, 2019 01:09 PM IST  | 

હંમેશાં મસાલા ફિલ્મ કરવાની ઇચ્છા હતી : અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુરનું કહેવું છે કે તેને હંમેશાંથી મસાલા ફિલ્મ કરવાની ઇચ્છા હતી. અમાયરા ‘પ્રસ્થાનમ’માં જોવા મળવાની છે. આ એક પૉલિ‌િટ‌‌કલ ઍક્શન ફિલ્મ છે. ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ વિશે અમાયરાએ કહ્યું હતું કે ‘આ એક અદ્દલ બૉલીવુડ મસાલા ફિલ્મ છે.

ફિલ્મમાં આપણા ફેવરિટ હીરોઝ સંજય દત્ત, જૅકી શ્રોફ, મનિષા કોઇરાલા, ચંકી પાન્ડે અને અલી ફઝલ છે. આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થયું છે. ફિલ્મમાં પૉલિટિક્સ, ડ્રામા અને રોમૅન્સ છે. એથી બધું જ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમેકર્સ જ્યારે મારી પાસે આ ફિલ્મની ઑફર પહેલી વાર લઈને આવ્યા ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતી, કારણ કે આ ફિલ્મમાં મોટા સ્ટાર્સ હતા અને સ્ટોરી પણ સારી હતી. મેં મારી કરીઅરમાં કદી પણ આવી મસાલા ફિલ્મ નથી કરી. મારી હંમેશાંથી જ ઇચ્છા હતી કે હું ‘પ્રસ્થાનમ’ જેવી મસાલા ફિલ્મ કરું.’

આ પણ વાંચો: ઉંમર માત્ર એક નંબર છે: જેનિલિયા દેશમુખ

amyra dastur entertaintment bollywood gossips