બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે: અમાયરા દસ્તુર

05 October, 2020 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે: અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુરનું કહેવું છે કે દેશમાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ હાથરસ અને બલરામપુરમાં હિચકારી બળાત્કાર અને હત્યાનો મામલો ઉજાગર થયો છે. આ સિવાય મધ્ય પ્રદેશમાં પણ નરસિંહપુરમાં એક મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી હતી. પોલીસે તેની ફરિયાદ નોંધી નહીં એથી તેણે આત્મહત્યા કરી લીધી. તેના નિધન બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. આ બાબતને લઈને ટ્વિટર પર અમાયરાએ ટ્વીટ કર્યું હતું કે ‘શું મહિલાના નિધન બાદ કેસ રજિસ્ટર કરવાનો? ભારતને શું થયું છે? શું કામ પોલીસ આપણી રક્ષા નથી કરતી? શું કામ બળાત્કારની ઘટનાઓ સતત થઈ રહી છે? શું કામ દેશમાં બળાત્કાર વધી રહ્યા છે? શું કામ માણસો આવી હિચકારી ઘટના કરતાં ડરતા નથી અને મહિલાઓને અપશબ્દો બોલે છે? શું કામ?’

entertainment news bollywood bollywood news bollywood gossips amyra dastur