અમિતાભ બચ્ચનની આ દિવાળી હતી ખાસ, જાણો કેમ?

15 November, 2020 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ બચ્ચનની આ દિવાળી હતી ખાસ, જાણો કેમ?

ફાઈલ ફોટો

કોરોનાના કહેર વચ્ચે આ વખતે દિવાળી દર વર્ષ કરતા થોડી ફીકી હતી. જોકે મહામારીમાં લોકોનો ફેસ્ટિવ મૂડ યથાવત્ રહ્યો હતો. બૉલીવુડમાં પણ ઘણા સેલેબ્ઝે પોતાના દિવાળી ફોટોઝ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે પરંતુ કોવિડ -19 ને કારણે અમિતાભ બચ્ચને આ વર્ષે ભલે દિવાળી પાર્ટી ન આપી હોય, પરંતુ આ દિવસ તેમના માટે સ્પેશ્યિલ બન્યો હતો.

આ પાછળનું કારણ એ છે કે પોલેન્ડથી તેમના માટે કેટલીક વિશેષ તસવીરો બહાર આવી હતી. જ્યાં તેમના પિતા અને કવિ હરિવંશરાય બચ્ચનની પ્રતિમા પાસે વિશેષ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા પોલેન્ડના વ્રોકલા શહેરમાં એક સ્કાયરનું નામ હરીવંશ રાય બચ્ચનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પુસ્તકોવાળી ખુરશી પર બેઠેલા હરિવંશરાય બચ્ચન પાસે દીવો પ્રગટાવવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું છે - 'તેઓ પોલેન્ડના વ્રોકલામાં તેમની પ્રતિમા પાસે દિવાળી પર 'દીવો' પ્રગટાવીને બાબુજીનું સન્માન અને ગૌરવ કરે છે.'

ઑક્ટોબરમાં દશેરા સમયે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમના પિતાનું પોલેન્ડમાં સન્માન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વ્રોકલાની સિટી કાઉન્સિલએ મારા પિતાના નામ પરથી પોલેન્ડનું નામ રાખ્યું છે. વ્રોકલામાં રહેતા પરિવાર અને ભારતીય સમુદાય માટે તે ખૂબ ગર્વનો દિવસ છે.

bollywood instagram amitabh bachchan diwali