જ્યારે ડૉક્ટર્સે બિગબીને મૃત સમજીને જયા બચ્ચનને છેલ્લીવાર જોવા કહ્યું

24 May, 2020 08:43 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જ્યારે ડૉક્ટર્સે બિગબીને મૃત સમજીને જયા બચ્ચનને છેલ્લીવાર જોવા કહ્યું

અમિતાભ બચ્ચન

બોલીવુડ લેજેન્ડ અમિતાભ બચ્ચનને જ્યારે 24 સપ્ટેમ્બર 2019ના મહાનાયક અમિતાભ બચ્ચનને જ્યારે દાદાસાહેબ ફાલ્કે પુરસ્કારથી નવાજવામાં આવ્યા આ એ દિવસ છે જ્યારે અમિતાભ બચ્ચન મૃત્યુના મુખમાંથી બચીને પોતાના ઘરે પાછાં ફર્યા હતા અને કદાચ આ વિશે લોકોને ખબર પણ નહીં હોય.

આ વાત છે 26 જુલાઇ 1982ની જ્યારે તેઓ પોતાની ફિલ્મ 'કુલી'ની શૂટિંગ કરી રહ્યા હતા તે પણ એક્ટર પુનીત ઇસ્સર સાથે આ સીનમાં તેને અમિતાભ બચ્ચન મુક્કો મારવાના હતા પણ એક ભૂલ થઈ ગઈ અને અમિતાભ બચ્ચને અયોગ્ય સમયે જમ્પ કરી દીધું અને આ કારણે પુનીત ઇસ્સરનો મુક્કો બચ્ચન સાહેબના પેટ પર લાગ્યો અને તેમને આ મુક્કો ખૂબ જ જોરથી લાગ્યો અને ત્યાર બાદ તેમની પાસે પડેલું ટેબલ પણ તેમના પેટ પર પડ્યું અને તેના કારણે તેમને ગંભીર ઇજા થઈ.

ત્યાર પછી શૂટિંગ અટકાવી દેવામાં આવી અને અમિતાભ બચ્ચનને ઘરે જવાનું કહેવામાં આવ્યું, થોડાંક જ સમયમાં તેમની સ્થિતિ ફરી બગડી અને તેમણે બેંગલુરુના સેંટ ફિલોમેનાઝ હૉસ્પિટલમાં એડમિટ કરાવવું પડ્યું. ત્યાં ડૉક્ટરે તેમને મુંબઇના બ્રીચ કેન્ડી હૉસ્પિટલ માટે રેફર કર્યા. જો કે, આ અંગે અમિતાભ બચ્ચને 2 ઑગસ્ટ 2015માં ઉલ્લેખ કર્યો હતો.

"અકસ્માત પછી 8 દિવસની અંદર જ તેમની બે સર્જરી કરવામાં આવી હતી. પણ તબિયત સ્વસ્થ થવાનું નામ જ નહોતી લેતી, જેના કારણે ડૉક્ટર્સ પણ લગભગ તેમને મૃત જ સમજતા હતા. એટલું જ નહીં, ડૉક્ટરે જયા બચ્ચનને આ કહીને આઈસીયુમાં મોકલ્યા હતા કે આ પહેલા તે દુનિયા છોડી દે, તમે છેલ્લીવાર તમારા પતિને મળી લો."

ડૉક્ટર ઉદવાડિયાએ પોતાના અંતિમ પ્રયત્નો કર્યા. તેમને કૉર્ટિસન ઇન્જેક્શન આપ્યા અને ત્યાર બાદ બિગબીના પગના અંગૂઠામાં મૂવમેન્ટ થઈ અને તે સૌથી પહેલા તેમની પત્નીએ દોયું અને તેમના પહેલા શબ્દો હતા, "જુઓ, તે જીવે છે." અને મૃત્યુને હરાવીને 24 સપ્ટેમ્બર 1982નારોજ બિગબી પોતાના ઘરે પહોંચ્યા અને જતાં જ તેમણે પોતાના પિતા ડૉ. હરિવંશરાય બચ્ચનને જોયા અને તેમણે પોતાના આ નવજીવનના આ લેખ દ્વારા પણ બધાંનો આભાર માન્યો છે.

bollywood bollywood news bollywood gossips amitabh bachchan jaya bachchan