17 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ઘર ‘જલસા’ની બહાર ભેગા થયેલા ફૅન્સને મળે છે અને તેમને ‘દર્શન’ આપે છે. આ રવિવારે પણ તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ફૅન્સ ભેગા થયા હતા. અમિતાભ નિયમ પ્રમાણે પહેલાં ઘરની બહાર ભેગા થયેલા ફૅન્સને મળ્યા હતા અને પછી દીકરા અભિષેક સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર અને બાબુલનાથ મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.
અમિતાભ બચ્ચનની આ મુલાકાત પ્રાઇવેટ હતી, પણ તેમણે પોતાના બ્લૉગમાં લખ્યું હતું, ‘આજે સવારે સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશે મને આશીર્વાદ આપ્યા અને બાબુલનાથ મંદિરમાં પણ આશીર્વાદ પ્રાપ્ત થયા. સ્વસ્થ રહો, જોડાયેલા રહો અને હંમેશાં પ્રાર્થનાઓમાં રહો.’