અમિતાભ બચ્ચને અલીબાગમાં ખરીદ્યા ૬.૫૯ કરોડ રૂપિયાના ત્રણ પ્લૉટ

11 October, 2025 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રોકાણ ‘ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા’ના ધ ‘A’ અલીબાગ પ્રોજેક્ટનો ભાગ છે

અમિતાભ બચ્ચન

ઝડપથી વિકસી રહેલા અલીબાગમાં અમિતાભ બચ્ચને ૬.૫૯ કરોડ રૂપિયામાં ત્રણ પ્લૉટ ખરીદ્યા હોવાના રિપોર્ટ છે. અમિતાભના આ પ્લૉટ અલીબાગના મુનવલીમાં છે. દસ્તાવેજો પ્રમાણે બચ્ચન-પરિવારે રાયગડ જિલ્લાના અલીબાગ તાલુકાના મુનવલી ગામમાં એકસાથે ત્રણ પ્લૉટ ખરીદ્યા છે અને એનું રજિસ્ટ્રેશન ૭ ઑક્ટોબરે કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે આ રોકાણ ‘ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા’ના ધ ‘A’ અલીબાગ પ્રોજેક્ટનો ભાગ છે. આ ત્રણેય પ્લૉટ એકબીજા સાથે જોડાયેલા છે અને આ ત્રણેય પ્લૉટનો કુલ વિસ્તાર લગભગ ૯૫૫૭ ચોરસ ફુટ જેટલો થાય છે. આ ડીલનો પહેલો પ્લૉટ લગભગ ૪૦૪૭ ચોરસ ફુટનો, બીજો પ્લૉટ ૨૭૭૭ ચોરસ ફુટનો અને ત્રીજો પ્લૉટ ૨૭૩૪  ચોરસ ફુટનો છે.

amitabh bachchan happy birthday alibaug property tax entertainment news bollywood bollywood news bollywood gossips