લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો શૅર કર્યો બિગ બીએ

12 February, 2020 12:46 PM IST  |  Mumbai

લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો શૅર કર્યો બિગ બીએ

લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો

અમિતાભ બચ્ચને હાલમાં જ સોશ્યલ મીડિયા પર લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેઓ ફ્રોકમાં જોવા મળી રહ્યાં છે. લતા મંગેશકરે ગઈ કાલે જ તેમના ગુરુઓની પુણ્યતિથિ હોવાથી તેમને યાદ કર્યાં હતાં. એ જ દરમ્યાન અમિતાભ બચ્ચનને તેમનો બાળપણનો ફોટો મળ્યો હતો. આ ફોટો શૅર કરી બિગ બીએ ટ્વીટ કર્યું હતું કે ‘લતાજી અને આશાજીનો આ બાળપણનો ફોટો છે. આજે લતાજીએ તેમના ગુરુઓને કેવી રીતે યાદ કર્યાં એ વિશેની ટ્વીટ મેં જોઈ હતી. અચાનક એ જ સમયે મને તેમનો આ ફોટો મળી આવ્યો હતો. ટેલિપથી.’

lata mangeshkar asha bhosle bollywood news amitabh bachchan