06 February, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અભિષેક બચ્ચનની ગઈ કાલે ૪૯મી વર્ષગાંઠ હતી ત્યારે અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર ૧૯૭૬ની દીકરા અભિષેકના જન્મ સમયની રૅર તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અમિતાભ મૅટરનિટી વૉર્ડમાં ઊભા છે. આ તસવીરમાં નવજાત શિશુ અભિષેક ઇનક્યુબેટરમાં કપડામાં વીંટળાઈને સૂતો છે, જ્યારે કેટલીક નર્સ નવજાત માટેના ઇન્ક્યુબેટરને ઘેરીને ઊભેલી દેખાય છે. અભિષેકની જન્મ સમયની આ તસવીરમાં અમિતાભે કૅઝ્યુઅલ સ્ટ્રાઇપ્ડ સ્વેટર અને ટ્રાઉઝર્સ પહેર્યાં છે અને તે નવજાત અભિષેક તરફ ઝૂકીને તેને નજીકથી પ્રેમથી નિહાળતા જોવા મળે છે.