'ઝંજીર'ની રિલીઝને 47 વર્ષ થતાં, અમિતાભ બચ્ચને શૅર કર્યું જૂનું પોસ્ટર

11 May, 2020 12:33 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

'ઝંજીર'ની રિલીઝને 47 વર્ષ થતાં, અમિતાભ બચ્ચને શૅર કર્યું જૂનું પોસ્ટર

ઝંજીરનું પોસ્ટર

"જબ તક બેઠને કો ના કહા જાએ... ખડે રહો. યે પોલીસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં." આ ડાયલૉગ અને પોલીસના યુનિફોર્મમાં ઉભેલા અમિતાભ બચ્ચવ. સાવ જુદાં, એન્ગ્રી યંગ મેન. આ ઇમેજે અમિતાભ બચ્ચનના કરિઅરને પાછી પાટાએ ચડાવી. આ ઇમેજને ઘડવાનું કામ કર્યું 1973માં આવેલી ફિલ્મ 'ઝંજીર'એ. ફિલ્મની રિલીઝને આજે 47 વર્ષ થઈ ગયા છે. અમિતાભ બચ્ચવ આજે પણ તે નથી ભૂલ્યા.

હકીકતે, અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શૅર કરતાં આ ફિલ્મ યાદ કરી છે. તેમણે 3527 ટ્વીટમાં લખ્યું- ઝંજીરની રિલીઝને આજે 47 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મના હીરો જ નહીં વિલેન પણ લોકપ્રિય થયા હતા. તેજા અને તેની મોના ડાર્લિંગ આજે પણ ફિલ્મજગતમાં જાણીતાં છે. તે ડાયલૉગ- "અચ્છે ખરીદાર પહેલે દૂસરો કી કિંમતનો અંદાજો લગાડે છે."

ફિલ્મ પોતાના એવા જ ડાયલૉગ્સ અને નવા પ્રકારના પ્રયોગને કારણે લોકપ્રિય થઈ હતી આ ફિલ્મ પ્રકાશ મેહરાએ બનાવી. તેમણે જ ડાયરેક્ટ અને પ્રૉડ્યૂસ પણ કરી હતી. સ્ક્રીન પ્લે અને આ ફિલ્મના સદાબહાર ડાયલૉગ્સ સલીમ ખાન અને જાવેદ અખ્તરે મળીને લખ્યા. ફિલ્મમાં અમિકાભ બચ્ચને ઇન્સ્પેક્ટર વિજયનું પાત્ર ભજવ્યું હતું. તો, તેજાના રોલમાં અજીતે બધાંનું મન જીતું લીધું હતું. આ બન્ને સિવાય પ્રાણ, જયા બચ્ચન, બિંદુ અને ઓમ પ્રકાશ જેવા અભિનેતાઓએ મુખ્ય પાત્રો ભજવ્યા હતા.

આ ફિલ્મ તો ખૂબ જ ફેમસ થઈ. ભારતમાં જ નહીં પણ રૂસ જેવા દેશોમાં પણ આ ફિલ્મને ઘણાં દર્શકો મળ્યા. આ પહેલી ફિલ્મ હતી, જેમાં સલીમ ખાન અને જાવેદ અખ્તર એક સાથે આવ્યા હતા, તેમની જોડી એટલી ફેમસ થઈ કે પછીથી તેમણે સાથે મળીને ઘણી શાનદાર ફિલ્મો લખી. જેમાં દીવાર અને શોલે જેવી ફિલ્મો પણ સામેલ છે. આ ફિલ્મે અમિતાભ બચ્ચનને અભિનેતાની આગળ લઈ જઈને સુપરસ્ટાર બનાવી દીધા. પછીના સમયમાં આ ફિલ્મનું તામિળ રીમેક કરવામાં આવ્યું, જેમાં રજનીકાંતે વિજયનો રોલ ભજવ્યો હતો. હિન્દીમાં પણ તેની રીમેક બની. આ ફિલ્મ આજે પણ લોકોના મનમાં જીવે છે.

amitabh bachchan bollywood zanjeer bollywood news bollywood gossips