ડૉનને મુંબઈ પોલીસે પકડી લીધો?

20 May, 2023 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચન મજાકના મૂડમાં દેખાયા હતા. તેમણે પોલીસની ગાડીની પાસે ઊભા રહીને પોતાનો ફોટો શૅર કર્યો હતો. તેમના ચહેરા પર ઉદાસી દેખાઈ રહી હતી

ડૉનને મુંબઈ પોલીસે પકડી લીધો?

અમિતાભ બચ્ચન મજાકના મૂડમાં દેખાયા હતા. તેમણે પોલીસની ગાડીની પાસે ઊભા રહીને પોતાનો ફોટો શૅર કર્યો હતો. તેમના ચહેરા પર ઉદાસી દેખાઈ રહી હતી. લોકો સમજી ગયા કે તેમના બાઇકવાળા ફોટોને લઈને તેઓ ફરીથી મજાકના મૂડમાં છે. હાલમાં જ તેમણે બાઇકની સવારી કરી હતી. તેમણે જણાવ્યું કે ટ્રાફિકથી બચવા માટે અને લોકેશન પર સમયસર પહોંચવા માટે તેમણે અજાણ્યા વ્યક્તિ પાસેથી લીફ્ટ લીધી હતી. જોકે આ ફોટો તેમના માટે માથાનો દુખાવો બની ગયો હતો. હેલ્મેટ વગર બાઇક પર જવા માટે મુંબઈ ટ્રાફિક-પોલીસે તેમની પાસેથી ફાઇન લીધો હોવાની પણ ચર્ચા છે. હવે ફરીથી એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, અરેસ્ટેડ. તેમના ફૅન્સે કમેન્ટ કરી કે ‘ડૉન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.’ અન્યએ લખ્યું કે સર, ફરીથી હેલ્મેટ વગર. બીજા એક યુઝરે લખ્યું કે આખરે ડૉનને મુંબઈ પોલીસે પકડી લીધો.

entertainment news bollywood news amitabh bachchan