Coronavirusને અમિતાભ બચ્ચને બતાવ્યો ઠેંગો, જુઓ વીડિયો

13 March, 2020 01:05 PM IST  |  Mumbai Desk

Coronavirusને અમિતાભ બચ્ચને બતાવ્યો ઠેંગો, જુઓ વીડિયો

અમિતાભ બચ્ચન

કોરોના વાયરસને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. આની અસર દરેક જગ્યાએ જોવા મળે છે. કોરોના વાયરસને કારણે દેશમાં પહેલું મોત થયું છે. તો અત્યાર સુધી કોરોનાના કુલ 73 પૉઝિટિવ કેસ જોવા મળ્યા છે. દેશ અને વિશ્વમાં અત્યારે કોરોના વાયરસને લઈને ચિંતાનો માહોલ છે. આની અસર બિઝનેસ અને સિનેમા જગત પર પણ સ્પષ્ટ જોવા મળે છે. કોરોના વાયરસ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અમિતાભ બચચ્ન ઍક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તાજેતરમાં તેમણે કોરોના વાયરસને લઈને ટ્વીટર પર પોતાની રાય ચાહકો સામે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ડરવાની વાત નથી અને હા તેનો મક્કમતાનો સામનો કરવો જોઇએ. ટ્વીટર પર એક વીડિયો શૅર કરતાં તેમણે કહ્યું, "ઘણાં ઇલાજ બતાવે છે જન-જનમાનસ સૌ. કોની સાંભળીએ અને કોની નહીં, કોણ કહેશે હવે. કોઇ કહે છે કલૌંજી પીસો તો કોઇ કહે છે આમળાનું રસ. કોઇ કહે છે ઘરમાં બેસો, ટસથી મસ નહીં થવું. કેટલાક આમ કહે છે તો કેટલાક તેમ. વગર સાબુએ હાથ ન ધોવા અને ન કોઇને અડવું. અમે કહ્યું, ચાલો અમે જ કરી દઈએ છીએ જેવું બોલ રહે છે સૌ. આવવા દો કોરોના-વોરોના ઠેંગો બતાવો ત્યારે."

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમિતાભ બચ્ચન હંમેશાંથી જ નાનો મોટાં મુદ્દે પોતાની રાય સોશિયલ મીડિયા પર શૅર કરતાં રહે છે. તો ચાહકો પણ તેમની નવી અપડેટ્સની આતુરતાથી રાહ જોતા હોય છે. તો કોરોનાની વાત કરીએ તો કેરળ, જમ્મૂ અને દિલ્હીમાં સિનેમાઘરો બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આને કારણે અનેક ફિલ્મોની રિલીઝ ડેટ પણ ટાળી દેવામાં આવી છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખતાં પબ્લિક ગેધરિંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતમાં કુલ 73 કેસ પૉઝિટીવ મળ્યા છે. જેમાંથી 56 ભારતીય છે અને 17 વિદેશી નાગરિકો છે.

amitabh bachchan bollywood bollywood news bollywood gossips coronavirus