પોતાની ફૅનના અવસાનથી અમિતાભ બચ્ચન થઈ ગયા વ્યથિત

06 May, 2026 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભે પોતાના બ્લૉગમાં આ ઘટના વિશે લખ્યું હતું

અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર

અમિતાભ બચ્ચન હાલમાં તેમના ચાહકના અવસાનથી બહુ વ્યથિત છે અને તેમણે પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે આ ઘટના તેમના માટે ખૂબ જ દુખદ રહી છે અને શબ્દોમાં એની વ્યથા વ્યક્ત કરવી અત્યંત મુશ્કેલ છે.

અમિતાભે પોતાના બ્લૉગમાં આ ઘટના વિશે લખ્યું હતું કે ‘મને પ્રયાગરાજથી અમારા પરિવારજન જેવી શાલિની સિંહના અવસાનના સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું છે. આવા અવસાનના પ્રસંગે લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી એ હંમેશાં સૌથી મુશ્કેલ અને પીડાદાયક ક્ષણ હોય છે. આવી સ્થિતિમાં આપણે પ્રેમ, પ્રાર્થના અને શોક વ્યક્ત કરીને જ સંવેદના વ્યક્ત કરીએ છીએ.

amitabh bachchan social media entertainment news bollywood bollywood news