હૉસ્પિટલમાં અમિતાભ બચ્ચનને આવી પિતાની યાદ,મુશ્કેલીઓ સામે લડવાની કરી વાત

27 July, 2020 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હૉસ્પિટલમાં અમિતાભ બચ્ચનને આવી પિતાની યાદ,મુશ્કેલીઓ સામે લડવાની કરી વાત

તસવીર સૌજન્ય: ટ્વીટર

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નાણાવટી હૉસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહ્યાં છે. પરંતુ તેઓ સોશ્યલ મીડિયા દ્વારા સમયસર ફૅન્સને તેમની તબિયતના અપડેટ્સ આપતાં હોય છે. હૉસ્પિટલના અનુભવો અને એકલતાની વાત પણ તેઓ બ્લૉગ પર શૅર કરે છે. તેમણે તાજેતરમાં દુશ્મન વિશે અને અને જીવનમાં આવતી મુશ્કેલીઓ બાબતે ટ્વીટ કર્યાં છે. આ પહેલાં અભિનેતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, તેમને પિતાજીની યાદ આવી રહી છે. તેમનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયું છે.

અમિતાભ બચ્ચને લેટેસ્ટ ટ્વીટમાં લખ્યું હતું કે, દુશ્મન બનાવવા માટે જરૂરી નથી કે લડવું પડે. જો તમને સફળતા મળે તો તેઓ વારસામાં જ મળે છે.

તો બીજા ટ્વીટમાં અમિતાભ બચ્ચને જીવનમાં આવતી મુશ્કેલીઓની વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'જીવનમાં મુશ્કેલીઓ આવશે તે તો નક્કી જ છે, પરંતુ હારવું એ એક પ્રકારની રસપ્રદ, શંકાસ્પદ અને અનિશ્ચિત વાત છે.'

આ પહેલાં, હૉસ્પિટલમાં એકલતા અનુભવતા અમિતાભ બચ્ચન પિતા હરિવંશ રાય બચ્ચન (Harivansh Rai Bachchan)ને યાદ કરી રહ્યાં છે. એકલતાની વાત કરતાં તેમણે ટ્વીટ કર્યું છે કે, બાબુજીની કવિતાની કેટલીક પળો. તેઓ આ રીતે કવિ સમ્મેલનમાં ગાતા હતા. હૉસ્પિટલની એકલતામાં તેમની બહુ યાદ આવે છે અને તેમના જ શબ્દોથી મારી સુની રાતોને આબાદ કરું છું.

અમિતાભ બચ્ચનનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર બહુ જ વાયરલ થયું છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા હૉસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં છે અને છેલ્લા ઘણા સમયથી કોઈને મળ્યાં નથી. એટલે સમય પસાર કરવા માટે તેઓ પિતાની કવિતાનો આધાર લે છે. એકલતા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ડૉક્ટર પણ વીડિયો કૉલ દ્વારા જ વાત કરે છે અને જો કોઈ આવે છે તો પણ પીપીઈ કીટ પહેરીને આવે છે. એટલે કેટલાંય દિવસોથી કોઈ માણસને જોયા જ નથી. આની તબિયત પર શું અસર થાય છે તે વિશે પણ તેમણે બ્લૉગમાં લખ્યું હતું.

અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન અત્યારે નાણાવટી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan