અમિતાભ બચ્ચને શોધી કાઢયું માસ્કનું હિન્દી નામ, તમે પણ જાણી લો

24 June, 2020 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ બચ્ચને શોધી કાઢયું માસ્કનું હિન્દી નામ, તમે પણ જાણી લો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બૉલીવુડના મહાનાયયક અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ હોય છે. તેઓ ફૅન્સ સાથે સતત કંઈકને કંઈક શૅર કરતા જ હોય છે. ક્યારેક કોઈ મોટીવેશનલ પોસ્ટ તો ક્યારેક કોઈ ફની પોસ્ટ અને ક્યારેક જીવનમાં શું ચાલી રહ્યું છે તેની પોસ્ટ. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે, જે બહુ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં તેમણે માસ્કનો શબ્દનું હિન્દી નામ શોધી કાઢયું છે.

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરમાં અમિતાભ બચ્ચને તાજેતરમાં જ OTT પ્લેટફોર્મ પર રીલીઝ થયેલી તેમની ફિલ્મ 'ગુલાબો સિતાબો'ના પોસ્ટર વાળું માસ્ક પહેરેલું છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, 'મળી ગયું, મળી ગયું, મળી ગયું. ઘણી મહેનત પછી માસ્કનું અનુવાદ મળી ગયું. હિન્દીમાં માસ્કનું ભાષાંતર છે, નાસિકામુખસંરક્ષક કીટાણુરોધક વાયુછાનક વસ્ત્રડોરીયુક્ત પટ્ટિકા.'

અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર યુર્ઝસ બહુ રસપ્રદ કમેન્ટસ કરી રહ્યાં છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે, 'સર શું આ આગામી KBCની સીઝનનો સવાલ છે?' તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'સર આટલું ભયાનક નામ કઈ રીતે યાદ રહેશે?'

બીગબીના આ પોસ્ટને ચાર લાખ કરતા વધુ લાઈક્સ મળી છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan instagram