અમિતાભ બચ્ચને તડકામાં માણી લીંબુપાણીની મજા

14 February, 2021 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને તડકામાં માણી લીંબુપાણીની મજા

અમિતાભ બચ્ચન હાલમાં તડકામાં લીંબુપાણીની મજા લેતા જોવા મળ્યા હતા. તેઓ શૂટિંગ દરમ્યાન સેટ પર લીંબુપાણી પી રહ્યા હતા. આ શૂટિંગ ‘મે ડે’નું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને અજય દેવગન ડિરેક્ટ કરી રહ્યો છે. સાથે જ ફિલ્મમાં તે લીડ રોલમાં પણ જોવા મળશે. અમિતાભ બચ્ચન પોતાની દરરોજની ઍક્ટિવિ‌ટીઝ સોશ્યલ મીડિયા પર શૅર કરતા રહે છે. લીંબુપાણીનો ગ્લાસ તેમનાં હાથમાં હતો. એ ફોટોને ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને હિન્દીમાં ટ્વીટ કર્યું હતું, ‘નીંબુપાની ધૂપ મેં, ચશ્માં જૅકેટ શૂટ મેં, કહાં હૈ યે ઔર કૌન સી હૈ, પતા ચલે કુછ દેર મેં.’

entertainment news bollywood bollywood news amitabh bachcha