પિતા હરિવંશ રાયની પુણ્યતિથિ પર અમિતાભ બચ્ચને લખ્યું આ...

18 January, 2021 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પિતા હરિવંશ રાયની પુણ્યતિથિ પર અમિતાભ બચ્ચને લખ્યું આ...

અમિતાભ બચ્ચન (તસવીર સૌજન્ય મિડ-ડે)

અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાના માતા-પિતાને યાદ કરીને તેમના નામે પોસ્ટ શૅર કરતા રહે છે. જન્મદિવસ અને પુણ્યતિથિના અવસરે તે દરવખતે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.

જાણીતા કવિ હરિવંશ રાય બચ્ચનની આજે એટલે કે 18 જાન્યુઆરીના પુણ્યતિથિ છે અને તે આ અવસરે તેમના દીકરા અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પિતાની યાદમાં એક પોસ્ટ શૅર કરી છે. લેખકોમાં એક આગવી ઓળખ ધરાવનારા હરિવંશ રાય બચ્ચન માટે લખેલી પોસ્ટ બિગ બીએ પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર રવિવારે રાતે 1 વાગીને 46 મિનિટે શૅર કરી.

અમિતાભે લખ્યું, "આ તારીખ 18 જાન્યુઆરી એક નિરાશાજનક દિવસની યાદ અપાવે છે... જ્યારે પૂજ્ય પિતાજીએ પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમની પુણ્યતિથિ, તેમના વિચારો જે તેમણે અમને આપ્યા, તેમને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવશે. જ્ઞાન અને નૈતિક મૂલ્યો જે તેમણે અમારીમાં સીંચ્યા... અમને સૌથી મોટી પ્રેરણા આપી. કેવી રીતે ગુમરાહ કરનારી વિચારધારા અને કર્મ વચ્ચે જીવવાનું છે, આ શીખવ્યું...ઇશ્વર આપણી મદદ કરે."

અમિતાભ બચ્ચન ઘણીવાર શૅર કરતા હોય છે પોસ્ટ
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન મોટટાભાગે પોતાના માતા-પિતાને યાદ કરીને તેમના નામે પોસ્ટ શૅર કરતા હોય છે. જન્મદિવસ અને પુણ્યતિથિના અવસરે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આર્પિત કરે છે. કેટલીક વાર તો અમિતાભ પોતાના પિતા સાથેની પોતાની તસવીરો અને જૂના દિવસોના કિસ્સા પણ ચાહકો સાથે શૅર કર્યા છે.

પિતાના જન્મદિવસે અમિતાભે શૅર કર્યું હતું ટ્વીટ
નવેમ્બર 2020માં હરિવંશ રાય બચ્ચનના જન્મદિવસે અમિતાભ બચ્ચને તેમની તસવીર શૅર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું, "પૂજ્ય બાબૂજી હરિવંશ રાય બચ્ચનજીની 113મી જયંતી પર કોટિ-કોટિ શત-શત નમન. હું કલમ અને બંદૂક બન્ને ચલાવું છું વિશ્વમાં ખૂબ જ ઓછા લોકો એવા જોવા મળે છે. જો મેં છુપાવ્યું હોત તો વિશ્વએ મને સાધુ જાણ્યું હોત, શત્રૂ બન્યો મારો છળ રહિત વ્યવહાર."

bollywood bollywood news bollywood gossips amitabh bachchan