✕

અમિતાભ બચ્ચનને કામની વ્યસ્તતાને લીધે સરખું સૂવા પણ નથી મળતું

07 October, 2026 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત કામ અને વ્યસ્ત શેડ્યુલ વચ્ચે શરીરને પૂરતો આરામ આપવાનો સમય મળી રહ્યો નથી.’

અમિતાભ બચ્ચન

૧૧ ઑક્ટોબરે અમિતાભ બચ્ચનની ૮૪મી વર્ષગાંઠ છે. આ ઉંમરે પણ તેઓ સતત કામ કરી રહ્યા છે અને પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. હાલમાં તેઓ ‘કૌન બનેગા કરોડપતિ 18’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે કામના વ્યસ્ત શેડ્યુલને કારણે તેમને પૂરતો આરામ મળી રહ્યો નથી અને તેમની ઊંઘ પણ પ્રભાવિત થઈ રહી છે. પોતાના હાલના બ્લૉગમાં અમિતાભે જણાવ્યું છે કે તેઓ સમયસર સૂવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘લોકો કહે છે કે રાત્રે મળતી ઊંઘ માનવ શરીર માટે સૌથી શ્રેષ્ઠ રિપેર મેકૅનિઝમ છે, પણ ઊંઘ માટે સમય કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. હું વહેલા સૂવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેથી સવારે વહેલા ઊઠીને કામ પર જઈ શકાય. સતત કામ અને વ્યસ્ત શેડ્યુલ વચ્ચે શરીરને પૂરતો આરામ આપવાનો સમય મળી રહ્યો નથી.’

amitabh bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news