એશિયન ગેમ્સમાં પસંદગી બદલ ઘોડેસવાર નિહારિકા સિંઘાનિયાને શુભેચ્છા આપી અમિતાભ બચ્ચને

18 June, 2026 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ વર્ષની નિહારિકા સિંઘાનિયા ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના ચૅરમૅન ગૌતમ સિંઘાનિયાની મોટી દીકરી છે

નિહારિકા સિંઘાનિયા

જપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતની ૪ સભ્યોની શો જમ્પિંગ (ઘોડેસવારી) ટીમમાં પસંદગી પામેલી યુવા ઍથ્લીટ નિહારિકા સિંઘાનિયાને અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી છે. અમિતાભે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘જપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતની ૪ સભ્યોની શો જમ્પિંગ ટીમમાં પસંદગી પામેલી યુવા નિહારિકા સિંઘાનિયાને હાર્દિક શુભેચ્છાઓ. વિમેન પાવર.’

કોણ છે નિહારિકા સિંઘાનિયા?

આશરે ૨૦ વર્ષની નિહારિકા સિંઘાનિયા ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના ચૅરમૅન ગૌતમ સિંઘાનિયાની મોટી દીકરી છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરની ઘોડેસવાર છે અને તેણે ઘોડેસવારીમાં નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્તરે ઘણી સફળતા મેળવી છે. હાલમાં ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા (EFI) દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ નિહારિકાની એશિયન ગેમ્સ માટે ભારતની શો જમ્પિંગ ટીમમાં પસંદગી થઈ છે. આ એશિયન ગેમ્સ જપાનના આઈચી-નાગોયા ખાતે ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન યોજાશે. શો જમ્પિંગ એ ઘોડેસવારીની રમતનો એક લોકપ્રિય અને રોમાંચક ઑલિમ્પિક પ્રકાર છે જેમાં સવાર અને ઘોડો એક ટીમ તરીકે સાથે મળીને નિયત સમયમાં વિવિધ અવરોધો પાર કરે છે.

amitabh bachchan asian games entertainment news bollywood bollywood news