અમિતાભ, આયુષ્માન સ્ટારર 'ગુલાબો સિતાબો' ફિલ્મ રિલીઝ થશે 24 એપ્રિલે

08 June, 2019 07:46 PM IST  | 

અમિતાભ, આયુષ્માન સ્ટારર 'ગુલાબો સિતાબો' ફિલ્મ રિલીઝ થશે 24 એપ્રિલે

ગુલાબો સિતાબો આવશે 2020માં

મહાનાયક અમિતાભ બચ્ચન અને બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની કૉમેડી ફિલ્મ ગુલાબો સિતાબો જોવા માટે દર્શકોને જોવી પડશે રાહ. ફિલ્મ આ વર્ષે નહીં પણ આવતા વર્ષે રિલીઝ થશે.

ફિલ્મ રિલીઝની તારીખો બદલાવવાની લિસ્ટમાં ઉમેરાયું વધુ એક નામ. હા ખરેખર, તાજેતરમાં જ એક નહીં તો બીજા કારણસર ફિલ્મ રિલીઝની તારીખોમાં ઘણા ફેરફારો જોવા મળે છે. એવું જ ફેરફાર અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબોમાં પણ થયું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ પાછળ ધકેલાઇ ગઇ છે. નવેમ્બર 2019માં રિલીઝ થવાની હતી આ ફિલ્મ તેને બદલે હવે આ ફિલ્મ 24 એપ્રિલ 2020માં રિલીઝ કરવાનો નિર્ણય આ ફિલ્મના મેકર્સે કર્યો છે.

આ ફિલ્મના રાઇટર જુહી ચતુર્વેદી છે જેમણે ‘પિકુ’, ‘વિકી ડોનર’ જેવી ફિલ્મો લખી છે. ફિલ્મના પ્રૉડ્યુસર્સ છે લાહિરી અને શીલ કુમાર. ટીમ આ મહિનાના અંતે શૂટિંગ માટે લખનઉ રવાના થશે. ત્યાં એક મહિનાના શેડ્યુલની શૂટિંગ પૂરી કરવામાં આવશે.

આ ફિલ્મ પહેલા પણ શૂજિત સરકારે અમિતાભ બચ્ચન સાથે પિન્ક ફિલ્મમાં અને આયુષ્માન ખુરાના સાથે વિકી ડોનરમાં કામ કર્યું છે.

આ પણ વાંચો : ચાહક રણબીર કપૂરને પગે લાગ્યો, તેમ છતાં યુઝર્સે કર્યો ટ્રોલ

આયુષ્માન ખુરાનાની વાત કરીએ તો અત્યારે તે તેની આગામી ફિલ્મ આર્ટિકલ 15ને લઇને તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ 20 જુનના રોજ રીલિઝ થવા જઇ રહી છે. ત્યારે આયુષ્માન ખુરાનાએ આ ઈન્વેસ્ટીગેટિવ ડ્રામા ફિલ્મ આર્ટિકલ 15ના પોતાના રોલને લઈને રસપ્રદ વાત કહી છે. આયુષ્માન ખુરાના ફિલ્મ આર્ટિકલ 15માં બોલ્ડ પોલીસ ઓફિસરનો રોલ નિભાવી રહ્યો છે. આયુષ્માન ખુરાનાએ ફિલ્મમાં તેના રોલને લઈને વાત કરી હતી. આયુષ્માન પહેલીવાર પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે જેને લઈને તેમણે ખાસ તૈયારી કરી હતી.

amitabh bachchan ayushmann khurrana