મેચિંગ આઉટફિટમાં અમિતાભ અને અભિષેક, બિગબીએ આપ્યું રસપ્રદ કૅપ્શન

06 March, 2020 05:06 PM IST  |  Mumbai Desk

મેચિંગ આઉટફિટમાં અમિતાભ અને અભિષેક, બિગબીએ આપ્યું રસપ્રદ કૅપ્શન

બડે મિયા બડે મિયા, છોટે મિયા સુબ્હાન અલ્લાહ

બોલીવુડના મહાનાયક સોશિયલ મીડિયા પર જબરજસ્ત એક્ટિવ છે. કોઇપણ વાત કહેવી હોય કે કંઇક વ્યક્ત કરવું હોય, ક્યારેક તસવીરો દ્વારા તો ક્યારેક કવિતાઓ દ્વારા બિગબી સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની ફેન ફોલોઇંગ એટલી બધી છે કે તેમના ચાહકો તેમની આગામી પોસ્ટની રાહ જોતા હોય છે કે હવે શું પોસ્ટ આવશે. અમિતાભના દરેક પોસ્ટને લઈને તેમના ચાહકોમાં ઉત્સુકતા બની રહે છે. આ જ કારણે અમિતાભ કોઇક ને કોઇક રીતે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

તાજેતરમાં જ બિગબીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આમ તો તે તસવીર પણ એવી છે કે તેની ચર્ચા થવી જ જોઇએ. આ તસવીરમાં અમિતાભ અને દીકરો અભિષેક બચ્ચન સાથે દેખાય છે. તો હવે તમે કહેશો કે એમાં ખાસ શું છે? તો ખાસ એ છે કે અમિતાભ અને અભિષેક આ તસવીરમાં આબેહૂબ કપડામાં દેખાય છે. બન્નેએ સફેદ કુર્તો અને પાયજામો અને સાથે લાલ કલરની નેહરૂ જેકેટ પહેરી છે. બન્ને વૉક કરતા દરવાજામાંથી બહાર નીકળતાં દેખાય છે.

તસવીરની સાથે સાથે અમિતાભે કૅપ્શન પણ રસપ્રદ લખ્યું છે, જે પોસ્ટને વધારે અટ્રેક્ટિવ બનાવે છે. બિગબીએ લખ્યું, "બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુબ્હાન અલ્લાહ! જ્યારે તમારો દીકરો તમારા બૂટ અને કપડાં પહેરવા લાગે ત્યારે તમે મિત્ર બની જાઓ છો. શું હાલ છે મિત્ર! Joi Bangla .. Joi ‘Bob Biswas." જણાવીએ કે 'બૉબ બિસ્વાસ' અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ છે.

amitabh bachchan abhishek bachchan bollywood bollywood news bollywood gossips