થૅન્ક ગૉડ, સારી રીતે છુટકારો થયો : અમિતાભ બચ્ચન

02 March, 2020 10:26 AM IST  |  Mumbai Desk

થૅન્ક ગૉડ, સારી રીતે છુટકારો થયો : અમિતાભ બચ્ચન

‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પૂરું થતાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે સારી રીતે છુટકારો થયો છે. અયાન મુખરજીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રૉય જોવા મળશે. ૨૦૨૦ની ૪ ડિસેમ્બરે આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્મના સેટ પરનો ફોટો બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘તે લોકોએ મને જણાવ્યું હતું કે ‘બ્રહ્માસ્ત્ર’ માટે મારું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું થાય એટલે યુનિટના લોકો તાળીઓ પાડે છે. એકબીજાને ગળે લગાડે છે. અલવિદા કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે આવું થવું જરૂરી છે. શું ખરેખર? એવું લાગે છે કે થૅન્ક ગૉડ, સારી રીતે છુટકારો થયો. કલાકારથી પણ સારી રીતે છુટકારો થયો. તેને ખૂબ સહન કર્યો.’

amitabh bachchan ranbir kapoor bollywood bollywood gossips bollywood news