અમિત સાધનો ખુલાસો, ઇન્ડસ્ટ્રીમાં સોનુ સૂદે આપ્યો પહેલો બ્રેક

28 December, 2020 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અમિત સાધનો ખુલાસો, ઇન્ડસ્ટ્રીમાં સોનુ સૂદે આપ્યો પહેલો બ્રેક

અમિત સાધ (તસવીર સૌજન્ય જાગરણ)

લૉકડાઉનમાં પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદોની મદદ કરનારા એક્ટર સોનુ સૂદને મસીહા બનાવી દેવામાં આવ્યો છે. જો કે, સોનુ પોતે શરૂઆતથી કહેતો આવ્યો છે કે તે પોતાને મસીહા માનતો જ નથી. સોનુ સૂદે પોતાના અને પ્રવાસી મજૂરોના લૉકડાઉન સંઘર્ષ પર પુસ્તક લખ્યું છે, જેનું ટાઇટલ છે- I Am No Messiah (હું મસીહા નથી.). સોનુ સૂદે વર્ષ 2020માં પોતાને રિયલ લાઇફનો સુપરહીરો સાબિત કર્યો છે.

અમિત સાધને સોનુ સૂદે આપ્યો હતો બ્રેક
શું તમને ખબર છે કે સોનુ સૂદે ફક્ત સામાન્ય લોકોને જ નહીં, પણ બોલીવુડના સેલેબ્સની પણ મદદ કરી છે. એટલું જ નહીં વર્ષ 2020 પહેલા પણ સોનુ સૂદે અનેક સારા કર્મ કર્યા છે. તેમાંનું જ એક હતું અમિત સાધને ફિલ્મોમાં બ્રેક આપવું. બોલીવુડ એક્ટર અમિત સાધે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે ફિલ્મોમાં તેમના કરિઅરને પહેલો બ્રેક સોનુ સૂદ પાસેથી જ મળ્યો હતો. સોનુ સૂદનો એક વીડિયો શૅર કરીને અમિત સાધે આ વાત કહી છે.

અમિત સાધે સોનુનો વીડિયો રી-ટ્વીટ કરતા લખ્યું છે કે, "આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે મને મારો પહેલો બ્રેક સોનુભાઇ દ્વારા મળ્યો હતો. આજે હું જ્યાં પણ છું, તેનું કારણ તે છે. આ સારાકર્મ જે તે હવે કરી રહ્યા છે. લોકો જે વિશે વાત કરી રહ્યા છે, તે એવી વસ્તુ નથી જે ફક્ત અત્યારે સક્રિય થઈ છે. મને લાગે છે કે તે અનેક વર્ષોથી આવું કરી રહ્યા છે."

સોનુ સૂદે અમિત સાધનો માન્યો આભાર
અમિત સાધના આ ટ્વીટ પર જવાબ આપતા સોનુ સૂદે લખ્યું, "ભાઇ તમે રાજ કરવા માટે જન્મ્યા છો. તમે તમારા નસીબ જાતે લખ્યા છે. હું તમારી અદ્ભુત યાત્રામાં એક ઉત્પ્રેક બનવા માટે ફક્ત ભાગ્યશાળી હતો. મને તમારા પર ગર્વ છે મારા ભાઈ. તમારી કૅપમાં પાંખ જોડતા રહો." આના જવાબમાં અમિત સાધે સોનુ સૂદનો આભાર વ્યક્ત કરતા લખ્યું, "સોનુ ભાઇ, તમારા શબ્દો માટે આભાર. આ મારી માટે ખૂબ જ મહત્વ રાખે છે. હું તમને ગર્વ કરાવવા માટે હજી વધારે મહેનત કરીશ અને યોગ્ય દિશા અને પ્રેરણા આપવા માટે આભાર. આશા છે કે આપણે ટૂંક સમયમાં જ મળશું. ઘણોબધો પ્રેમ."

આ પણ વાંચો : Sonu Sood: એબ્ઝ, એક્ટિંગ, ગુડ લૂક્સ જ નહીં પણ 'હાર્ટ ઑફ ગોલ્ડ'ની લાઇફ પર એક નજર

જણાવવાનું કે સોનુ સૂદે હાલ પોતાનું પુસ્તક I Am No Messiah પર ચાહકોની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યો છે. અમિત સાધની વાત કરીએ તો તેમણે પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત ટીવી સીરિયલ 'ક્યોં હોતા હૈ પ્યાર' દ્વારા કરી હતી. આ શૉમાં લીડ રોલમાં હતો. ત્યાર પછી તેમણે 2010માં બોલીવુડ તરફ વળ્યો અને 2012માં આવેલી ફિલ્મ 'મેક્સિમમ'માં તેમને સોનુ સૂદ સાથે કામ કરવાની તક મળી. વર્ષ 2013માં તેમણે બોલીવુડ ફિલ્મ કાઇ પો છેમાં કામ કર્યું હતું, જે બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ હતી. આ વર્ષે અમિત સાધ વેબ સીરિઝમાં જોવા મળ્યો. તેમની સીરિઝ બ્રીધઃ ઇનટૂ ધ શૅડોઝને દર્શકો દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવી.

bollywood bollywood news entertainment news sonu sood amit sadh