અમીષા પટેલ આ રીતે રહે છે ફિટ, જુઓ વીડિયો

01 September, 2019 03:45 PM IST  |  મુંબઈ

અમીષા પટેલ આ રીતે રહે છે ફિટ, જુઓ વીડિયો

બોલીવુડની એક્ટ્રેસ અને અમીષા પટેલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે હજીય ફિટનેસ પર તો ખૂબ જ ધ્યાન આપે છે. અમીષા પટેલના લેટેસ્ટ ફોટોઝ જોઈને તમને પણ ક્યારેક સવાલ તો થયો જ હશે, આ એક્ટ્રેસ હજીય એવીને એવી જ લાગે છે. અમીષા પટેલના ફોટોઝ જોઈને લાગે છે કે તે પોતાની હેલ્થ પર ખૂબ જ ધ્યાન આપી રહી છે, અને જબરજસ્ત વર્કઆઉટ કરે છે. અમીષાએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે કસરત કરતી દેખાઈ રહી છે.

આ વીડિયોમાં અમીષા આકરી કસરત કરતી દેખાઈ રહી છે. કેટલાક વીડિયોમાં તે હેવી વેઈટ સાથે તો કેટલાક વીડિયોમાં સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરી રહી છે. આ ફોટોઝ જોઈને સમજી શકાય છે કે તે પોતાની ફિટનેસ માટે કેટલી મહેનત કરી રહી છે. વીડિયોઝમાં દેખાય છે કે અમીષા પોતાના ફિઝિક કરતા ઘણું હેવી વર્કઆઉટ કરી રહી છે. આ દરમિયાન તેનો ટ્રેનર સતત બાજુમાં ઉભો રહીને તેને મદદ કરી રહ્યો છે.

તાજેતરમાં જ અમીષા પોતાના અકસ્માતના સમાચારને લઈ ચર્ચામાં હતી. એવી વાત હતી કે તેમની કારનો એક્સિડન્ટ થયો છે. આ મામલે ખુદ અમીષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ત્રણ ફોટોઝ પોસ્ટ કર્યા હતા, સાથે જ લખ્યું હતું,'હાય ઓલ.. હું એકદમ બરાબર છું અને સુરક્ષિત છું. મારો કોઈ અકસ્માત નથી થયો. બધાના પ્રેમ માટે આભાર. મને નથી ખબર કે આ ખોટા સમાચાર કેમ ફેલાવાઈ રહ્યા છે.' ીકાના બે ફોટોઝ સાથે પણ અમીષાએ પોતે સુરક્ષિત હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત એક્ટ્રેસે ટ્વિટર પર પણ બેક ટુ બેક ત્રણ ટ્વિટ કરીને પોતે ઠીક હોવાનું કહ્યું હતું.

અમીષા હાલ સિલ્વર સ્ક્રીનથી દૂર છે. છેલ્લે તે ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ ઝિંટા અને અર્શદ વારસી પણ હતા. ઉલ્લેખનીય છે કે અમીષા પટેલે 2000ની સાલમાં ઋતિક રોશન સાથે કહો ના પ્યાર હૈથી ડેબ્યુ કર્યો હતો. જે ફિલ્મ હિટ રહી હતી.઼

ameesha patel bollywood entertaintment