✕

દિલ તો બચ્ચા હૈ જી

29 November, 2026 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારે સિક્યૉરિટી વચ્ચે સલમાન ખાન નાનકડા ફૅનને મળ્યો અને તેને કપાળ પર કિસ પણ કરી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સલમાન ખાન હાલ તેની ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમ્યાન સલમાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે કડક સુરક્ષા વચ્ચે તેના એક નાનકડા ફૅનને મળીને પ્રેમથી કપાળ પર કિસ કરતો નજરે ચડે છે. 

આ વિડિયોમાં સલમાન બૉડીગાર્ડ્સથી ઘેરાયેલો જોવા મળે છે. આ દરમ્યાન તેની નજર એક નાના બાળક પર પડે છે. તે સુરક્ષા-કર્મચારીઓને ઇશારો કરીને બાળકને પોતાની પાસે બોલાવવાનું કહે છે. ત્યાર બાદ સલમાન પ્રેમથી બાળકના ગાલ થપથપાવે છે અને તેની વાત સાંભળવા માટે નીચે ઝૂકે છે. થોડી વાર વાતચીત કર્યા બાદ સલમાન બાળકના કપાળ પર કિસ કરે છે અને બાળક પણ પગના પંજાના બળે ઊભું થઈને સલમાનના ગાલ પર કિસ કરે છે.

સલમાન ખાનની માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસને કોઈ કટ વગર મળ્યું U/A 16+
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ને ‘U/A 16+’ સર્ટિફિકેટ મળ્યું છે અને ફિલ્મમાં કોઈ કટ્સ કે ફેરફારો કરવામાં આવ્યા નથી.

Salman Khan entertainment news bollywood news bollywood buzz bollywood