28 May, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
‘ડૉન 3’ને લઈને ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે વિવાદ સર્જાયો છે. લાગે છે કે આ વિવાદનો પ્રભાવ હવે રણવીર સિંહના મન પર પણ જોવા મળી રહ્યો છે. તેથી જ તે એક કૉન્ક્લેવમાં સદ્ગુરુને જીવનનો હેતુ શું છે એવો સવાલ પૂછતો જોવા મળ્યો. હાલમાં જગ્ગી વાસુદેવ એટલે કે સદ્ગુરુના સોશ્યલ મીડિયા પેજ પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં રણવીર તેમની સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.
વિડિયોમાં રણવીર વાતવાતમાં સદ્ગુરુને કહે છે, ‘જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે મેં ફૅન્સને પૂછ્યું કે હું તમને શું સવાલ પૂછું? ત્યારે લોકોએ કહ્યું કે જીવનનો હેતુ શું છે એ સવાલ તમને જરૂર પૂછવો જોઈએ.’
આ સવાલના જવાબમાં સદ્ગુરુએ કહ્યું, ‘જ્યારે તમે પૂછો છો કે જીવનનો હેતુ શું છે ત્યારે હકીકતમાં તમે પૂછો છો કે જીવનનો ઉપયોગ શું છે. જીવનનો કોઈ નિશ્ચિત હેતુ નથી. જીવન તમારી બુદ્ધિ કરતાં ઘણી વિશાળ અને અસાધારણ ઘટના છે.’
સદ્ગુરુનો જવાબ સાંભળ્યા બાદ રણવીરે આ વાત સાથે સહમતી પણ વ્યક્ત કરી હતી.