આઠ ડિજિટલ પ્લૅટફૉર્મ્સ સાથે પાર્ટનરશિપ કરી ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ

25 September, 2021 02:32 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના સબસ્ક્રાઇબર્સને ઍડ-ઑન સબસ્ક્રિપ્શન સાથે આ બધા ચૅનલ્સ દેખાશે

મિડ-ડે

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ ૮ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર હવે લોકોને વિવિધ કન્ટેન્ટ્સથી ભરેલી ચૅનલ્સ જોવા મળશે. પ્રાઇમ વિડિયો પર હવે ડિસ્કવરી+, લાયન્સગેટ પ્લે, ઇરોઝ નાઓ, ડૉક્યુબે, મુબી, હોઈચોઈ, મનોરમા મેક્સ અને શૉર્ટ્સ ટીવીના કન્ટેન્ટ પણ જોવા મળશે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના સબસ્ક્રાઇબર્સને ઍડ-ઑન સબસ્ક્રિપ્શન સાથે આ બધા ચૅનલ્સ દેખાશે. ભારતનાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના કન્ટ્રી મૅનેજર ગૌરવ ગાંધીએ કહ્યું હતું કે ‘પ્રાઇમ વિડિયો ચૅનલ્સના લૉન્ચથી ભારતના લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અમે અમારી જર્નીમાં વધુ એક ડગલું આગળ માંડ્યું છે, જે ભારતની પહેલી એવી ચૅનલ રહેવાનું છે. એનાથી અમારા કસ્ટમર્સને મનોરંજનના પર્યાય તો મળશે જ પરંતુ સાથે જ તેમને ડિજિટલ પ્લૅટફૉર્મની વિવિધ ચૅનલ્સ સાથે પાર્ટનરશિપ કરીને અમને પ્રાઇમ વિડિયોનાં ડિસ્ટ્રિબ્યુશન, પહોંચ અને ટેક્નિકલ સુવિધાઓનો લાભ લેવા મળશે.’

bollywood news amazon prime