સુશાંતની લાઇફના એક પણ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહ્યું ઍમેઝૉન પ્રાઇમ

20 August, 2020 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંતની લાઇફના એક પણ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહ્યું ઍમેઝૉન પ્રાઇમ

સુશાંત સિંહ રાજપૂત

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ વિડિયોનું કહેવું છે કે તેઓ સુશાંત સિંહ રાજપૂતની લાઇફ પરના એક પણ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહ્યા. હાલમાં એવી ચર્ચા ચાલી છે કે ઍમેઝૉન પ્રાઇમ પાકિસ્તાની ઍક્ટર હસન ખાન સાથે મળીને સુશાંતની લાઇફ પર આધારિત એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. હસન ખાન નામના અનવેરિફાઇડ અકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ‘અલ્હમ્દુલિલ્લાહ, મને ઇન્ડિયન વેબ માટે એક ખૂબ જ સારો પ્રોજેક્ટ મળ્યો છે જેમાં હું સુશાંત સિંહ રાજપૂતનું પાત્ર ભજવી રહ્યો છું.’

આ ટ્વીટને કારણે ચર્ચા ચાલી હતી અને ઍમેઝૉને સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે ‘ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ કોઈને પણ સુશાંત સિંહ રાજપૂતની લાઇફ વિશે પ્રોજેક્ટ બનાવવા માટે લાઇસન્સ નથી આપ્યું પછી તે હસન ખાન હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ.’

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput amazon prime