11 August, 2025 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અલ્લુ અર્જુનનો વાયરલ વીડિયો
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ઍકટર અલ્લુ અર્જુન તેની ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તાજેતર હવે તેણે ફરી એક વખત લોકોનું ધ્યાન ખેંકયું છે. જોકે આ વખતે કોઈ સારા માટે નહીં પણ એક ખોટી બાબત માટે તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલમા તે મુંબઈ ઍરપોર્ટ પર સ્ટાફ સાથેના તેના વર્તનને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. શનિવારે, અલ્લુ અર્જુન મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો, અને સુરક્ષા કર્મચારીએ તેને ઓળખના પુરાવા માટે પોતાનો ચહેરો બતાવવા કહ્યું ત્યારે તે તેની સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો.
અલ્લુ અર્જુનનો ઍરપોર્ટ કર્મચારી સાથે દલીલ કરતો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. સુરક્ષા તપાસ દરમિયાન, તેણે એન્ટ્રી પોઈન્ટ પર CISF કર્મચારીઓને પોતાનો ઓળખનો પુરાવો રજૂ કર્યો, અને તે જ સમયે કર્મચારીઓએ તેને અભિનેતાને સુરક્ષા પ્રોટોકોલના ભાગ રૂપે માસ્ક ઉતારવા અને તેનો ચહેરો બતાવવા કહ્યું. જોકે, આ વાત અર્જુનને સારી લાગી નહીં, જે CISF કર્મચારીઓ સાથે થોડી દલીલ કરતો પણ તે જોવા મળ્યો. તેની ટીમના એક સભ્યએ પણ દરમિયાનગીરી કરી, પરંતુ અધિકારી પ્રોટોકોલનું પાલન કરવા પર અડગ રહ્યા હતા. ત્યારબાદ અર્જુન પોતાનો માસ્ક હટાવતો અને ગાર્ડને પોતાનો ચહેરો બતાવતો જોવા મળ્યો, જેના પછી તેને ઍરપોર્ટની અંદર જવા દેવામાં આવ્યો હતો.
અભિનેતા સાથે આ ઘટના બાદ તે પ્રકાશમાં આવ્યો કે, અને નેટીઝન્સે તેને ‘ઘમંડી’ પણ ગણાવ્યો હતો. "બસ પોતાનો આખો ચહેરો બતાવ, આટલો અહંકારી કેમ આવે? દુઃખની વાત છે કે આ લોકો પોતાને મૂર્ખ ચાહકો માટે ભગવાન માને છે અને પ્રોટોકોલનું પાલન કરવાની પરવા કરતા નથી," એક નેટીઝને વીડિયો હેઠળ ટિપ્પણી કરી. ‘પુષ્પા 2’ થિયેટરમાં જોતી વખતે લોકોની ભારે ભીડ સામે પોતાનો ચહેરો બતાવવામાં અને ભીડ વચ્ચે પોતાની પરેડ કરવામાં અભિનેતાને કોઈ સમસ્યા નહોતી. આ ઘટનાને લીધે ભાગદોડ અને લોકોના મૃત્યુ થયાં," બીજા એક યુઝરે લખ્યું. અલ્લુ અર્જુને હજી સુધી આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ફિલ્મ કરિયરની વાત કરીએ તો અર્જુન આગામી ફિલ્મ ‘AA22xA6’ માં તે દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. તેની પાસે ‘પુષ્પા 3: ધ રેમ્પેજ’ અને સંદીપ રેડ્ડી વાંગા સાથેની બીજી ફિલ્મ પણ છે. લોકપ્રિય ટીવી-શો ‘શક્તિમાન’ને ફિલ્મના મોટા પડદા પર લાવવાની તૈયારી ચાલી રહી છે. નિર્માતાઓ આ લોકપ્રિય પાત્ર માટે એક નવા ચહેરાની શોધમાં હતા, જે ચહેરો હવે મળી ગયો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન શક્તિમાનની ભૂમિકા ભજવી શકે છે. આ વખતે શક્તિમાનની સ્ટોરી દર્શકોને નવી સ્ટાઇલમાં બતાવવામાં આવશે.