25 March, 2025 06:59 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન
સાઉથની ફિલ્મો અને કલાકારો હાલમાં ચર્ચામાં છે. હાલમાં જે સ્ટાર્સ ફેમસ છે એમાં ‘પુષ્પા 2’ના સ્ટાર અલ્લુ અર્જુનનો પણ સમાવેશ છે. હવે અલ્લુ અર્જુને એક નવી ફિલ્મ સાઇન કરી છે અને એ ફિલ્મ માટે ૧૭૫ કરોડ રૂપિયા જેટલી જબરદસ્ત ફી લીધી છે અને આ વાત ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફિલ્મમેકર ઍટલી સાથે કામ કરશે. એ સાથે તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ફીના મામલે ટૉપ ક્લાસ ઍક્ટર બની ગયો છે.
અલ્લુ અર્જુન અને ઍટલીના આ નવા પ્રોજેક્ટમાં દર્શકોને જબરદસ્ત VFX જોવા મળશે, જે મેગા બજેટમાં તૈયાર થશે. હજી સુધી ફિલ્મનું ટાઇટલ અને અન્ય માહિતી સત્તાવાર રીતે જાહેર નથી કરવામાં આવી, પણ આ ફિલ્મ માટેની અલ્લુ અર્જુનની ફી જાહેર થઈ ગઈ છે અને આટલી મોટી ફીને કારણે ફિલ્મ ચર્ચામાં છે. ૧૭૫ કરોડ રૂપિયાની ફી લેશે જે તેને ઇન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો અભિનેતા દર્શાવે છે.
એક રિપોર્ટ પ્રમાણે અલ્લુ અર્જુનની આ ફિલ્મનું નામ ‘A6’ હશે એવી ધારણા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે અલ્લુ અર્જુને આ પ્રોજેક્ટ માટે પ્રોડક્શન-હાઉસ સાથે ફિલ્મના નફામાં ૧૫ ટકા હિસ્સેદારીની ડીલ પણ સાઇન કરી છે. ઍટલીની આ ફિલ્મમાં રાજનીતિ અને ડ્રામાનું જબરદસ્ત કૉમ્બિનેશન જોવા મળશે.