ગો ગોવા ગૉન 2માં એલિયન્સ જોવા મળશે : દિનેશ વિજન

02 March, 2020 01:50 PM IST  |  Mumbai Desk

ગો ગોવા ગૉન 2માં એલિયન્સ જોવા મળશે : દિનેશ વિજન

ફિલ્મમેકર દિનેશ વિજનનું કહેવું છે કે તે ‘ગો ગોવા ગૉન 2’માં એલિયન્સને લઈને ફિલ્મ બનાવશે. ૨૦૧૩માં આવેલી ‘ગો ગોવા ગૉન’માં સૈફ અલી ખાન, કુણાલ ખેમુ અને વીર દાસ જોવા મળ્યો હતો. ફિલ્મની સ્ટોરી ઝોમ્બી પર આધારિત હતી. હવે એની સીક્વલની સ્ટોરી ‘રૂહી અફઝાના’ના રાઇટર્સ લખી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૧ની માર્ચમાં રિલીઝ થશે. ‘ગો ગોવા ગૉન 2’ વિશે દિનેશ વિજને કહ્યું હતું કે ‘આ સીક્વલને ‘રૂહી અફઝાના’ના રાઇટર્સ લખી રહ્યા છે. રાઇટર મારી પાસે તેમની આઇડિયા લઈને આવ્યા હતા અને મને એ ગમી ગઈ હતી. અમે એને ડેવલપ કરી રહ્યા છીએ. ઇરોઝે કહ્યું કે એની જાહેરાત કરીએ અને અમે એની જાહેરાત કરી દીધી છે. પહેલા પાર્ટમાં જેટલા પણ કલાકારો હતા એ બધાને અમે આ સીક્વલમાં નવી રીતે રજૂ કરવા માગીએ છીએ. કંઈક નવું લઈને આવીશું. આ વખતે એમાં ઝોમ્બી નહીં દેખાય અને સીક્વલમાં એલિયન્સ જોવા મળશે. ફિલ્મમાં એ જ ઇમોશન્સ, એ જ કૉમિક ટાઇમિંગ પરંતુ નવી જર્ની સાથે જોવા મળશે. અમે હજી સુધી કોઈ ઍક્ટર્સનો સંપર્ક નથી કર્યો. જોકે અમારો ઇરાદો બધા કલાકારોને લેવાનો છે. તેઓ પણ ખુશ થશે અને તેમને આ રોલ પણ ગમશે. સાથે જ એક મેલ અને એક ફીમેલ કલાકારનો એમાં ઉમેરો કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતે શરૂ કરવામાં આવશે.’

dinesh vijan bollywood bollywood news bollywood gossips