નવી ટૅલન્ટને પ્લૅટફૉર્મ આપશે આલિયા ભટ્ટ

20 November, 2022 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે તેણે પોતાના પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી હતી

નવી ટૅલન્ટને પ્લૅટફૉર્મ આપશે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે તેના પ્રોડક્શન-હાઉસ ‘ઇટર્નલ સનશાઇન’ દ્વારા નવી ટૅલન્ટને પ્લૅટફૉર્મ આપવાનો નિર્ણય લીધો છે. એને માટે તેણે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટના માધ્યમથી લોકોને તેમના કામને શૅર કરવા કહ્યું છે. ગયા વર્ષે તેણે પોતાના પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી હતી. હવે તેણે ઇન્સ્ટાસ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે. એ પોસ્ટમાં આલિયાએ લખ્યું છે, ‘ઇટર્નલ સપોર્ટ્સ. ઇટર્નલ સપોર્ટ્સ દ્વારા અમે પાવરફુલ સ્ટોરીઝ પર પ્રકાશ પાડવા માગીએ છીએ, જે લોકો સુધી પહોંચાડવી જરૂરી હોય. આ ફિલ્મો અને સ્ટોરી અમારી લાઇફમાં જે રીતે પરિવર્તન લાવે છે એ જ રીતે એ તમારી લાઇફમાં પણ બદલાવ લાવે એવી આશા છે. અમારે અગત્યની ફિલ્મોને લોકો સમક્ષ રજૂ કરવી છે. એનાથી વિશેષ કંઈ નથી જોઈતું. એથી તમારું કામ અમને મોકલો, જેથી અમે એને લોકો સુધી પહોંચાડી શકીએ.’

entertainment news bollywood news alia bhatt