04 May, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયાનો મહારાષ્ટ્ર ડે સ્પેશ્યલ લુક
આલિયા ભટ્ટ ‘WAVES 2025’માં સાડી પહેરીને પરંપરાગત લુકમાં જોવા મળી હતી. આલિયાએ ફંક્શનના લુકના પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. આલિયાએ આ ફોટોની કૅપ્શનમાં WAVES 2025માં હાજરી આપવાનો ઉત્સાહ જણાવ્યો હતો અને સાથે-સાથે પોતાના ફૅન્સને એમ પણ પૂછી લીધું હતું કે આજના આ મહારાષ્ટ્ર ડે સ્પેશ્યલ લુકમાં હું કેવી લાગું છું? આલિયાએ ૧ મેના દિવસે આ ખાસ મહારાષ્ટ્રિયન લુકને પ્રાધાન્ય આપ્યું હતું, કારણ કે આ દિવસ જેમ ગુજરાત સ્થાપના દિવસ છે એ જ રીતે મહારાષ્ટ્ર સ્થાપનાદિવસ પણ છે.