21 July, 2025 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ શનિવારે રાત્રે બાંદરા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંની બહાર સિમ્પલ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લૅક કલરનું ઑફ-શોલ્ડર આઉટફિટ પહેર્યું હતું. આ ડ્રેસમાં તેણે બ્લૅક સ્ટ્રૅપલેસ ટૉપ સાથે વાઇડ લેગ ટ્રાઉઝર પહેરવાનું પસંદ કર્યું હતું. આ સાથે તેણે સિમ્પલ હેરસ્ટાઇલ અને મિનિમલ મેકઅપ સાથે પોતાનો આ લુક કમ્પ્લીટ કર્યો હતો. આ આઉટફિટ સાથે આલિયાએ એક ક્યુટ મિની હૅન્ડબૅગ કૅરી કરી હતી અને તેનાં બ્રૅન્ડેડ ગુચી સૅન્ડલ્સે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પતિ રણબીર અને દીકરી રાહા વગર એકલી જ આવેલી આલિયાએ ફોટોગ્રાફર્સ પાસે પ્રેમથી તસવીરો ક્લિક કરાવી હતી.
ગુસ્સામાં પહેલાં ફૅનનો ફોન ખેંચ્યો, પણ પછી સેલ્ફી ક્લિક કરાવ્યો
લંડનમાં પ્રાઇવેટ વેકેશન ગાળી રહેલા અક્ષયકુમારને ચાહકે શૂટ કરતાં તે બરાબર અકળાયો
હાલમાં અક્ષયકુમાર લંડનમાં પ્રાઇવેટ વેકેશન ગાળી રહ્યો છે. તે આ વેકેશન દરમ્યાન લંડનની શેરીઓમાં આંટા મારી રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન તેની પાછળ-પાછળ આવીને તેને શૂટ કરી રહેલા ફૅન પર પડતાં તે બરાબર અકળાયો હતો અને તેણે ગુસ્સે થઈને ફૅનના ફોનને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પછી ગુસ્સો શાંત થતાં તેણે ફૅન સાથે સેલ્ફી ક્લિક કરાવ્યો હતો. જોકે હવે અક્ષયનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે અક્ષય ચારકોલ ગ્રે ટૅન્ક ટી-શર્ટ અને મૅચિંગ શૉર્ટ્સ પહેરીને લંડનની ગલીઓમાં એકલો-એકલો આંટા મારી રહ્યો છે અને પછી ગુસ્સામાં ફૅનને જવાનું કહેતો પણ સંભળાઈ રહ્યો છે. જોકે વિડિયોના અંતે તે ફૅન સાથે સેલ્ફી ક્લિક કરાવતો દેખાય છે.
ભૂતપૂર્વ પતિની પ્રાર્થનાસભા પછી પહેલી વખત જાહેરમાં દેખાઈ કરિશ્મા
હાલમાં કરિશ્મા કપૂરને દીકરી સમાઇરા સાથે ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી. તેણે કોઈ જ પ્રકારનો મેકઅપ નહોતો કર્યો અને બ્લૅક કૅઝ્યુઅલ આઉટફિટ તેમ જ બ્લૅક સનગ્લાસિસમાં તે ક્લાસી લાગી રહી છે. તેની સાથે દીકરી સમાઇરા પણ હતી જેણે બ્લુ જૅકેટ અને બ્લૅક ટ્રાઉઝર સાથે વાઇટ સ્નીકર્સ પેર કર્યાં હતાં. કરિશ્મા છેલ્લે ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની પ્રાર્થનાસભા વખતે જાહેરમાં જોવા મળી હતી અને એના પછી હવે પહેલી વખત જાહેરમાં જોવા મળી છે.