કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટે કરી ઐશ્વર્યા રાય બચ્ચનને રિપ્લેસ?

13 May, 2026 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટ હૅન્ડ-પેઇન્ટેડ આર્ટવર્કવાળું બૉલ-ગાઉન પહેરીને છવાઈ ગઈ કાન ફેસ્ટિવલમાં

આ વખતે ફેસ્ટિવલ શરૂ થાય એ પહેલાં જ એક વિડિયો સામે આવ્યો છે

ફ્રાન્સમાં શરૂ થયેલા ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલને લઈને આ વખતે ભારતીય ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે, કારણ કે એમાં ઘણી ભારતીય સેલિબ્રિટીઝ હાજરી આપવાની છે. જોકે ભારત માટે વર્ષો સુધી કાન ફિલ્મ ફેસ્ટિવલનો પર્યાય ઐશ્વર્યા રાય બચ્ચન હતી. ઐશ્વર્યા ૨૦૦૪થી વૈશ્વિક બ્યુટી-બ્રૅન્ડ લૉ​રિઆલની ગ્લોબલ ઍમ્બૅસૅડર તરીકે છેલ્લાં બાવીસ વર્ષમાં ૨૦થી વધુ વખત રેડ કાર્પેટ પર બ્રૅન્ડનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જોકે આ વખતે ફેસ્ટિવલ શરૂ થાય એ પહેલાં જ એક વિડિયો સામે આવ્યો છે જેણે સોશ્યલ મીડિયા પર ફૅન્સનાં દિલ તોડી નાખ્યાં છે.

હકીકતમાં આ વૈશ્વિક બ્યુટી બ્રૅન્ડે પોતાનો નવો પ્રમોશનલ વિડિયો રિલીઝ કર્યો છે. આ વિડિયોમાં કાનની ફેમસ હોટેલ માર્ટિનેઝની છત પરથી બ્રૅન્ડ સાથે જોડાયેલી ગ્લોબલ ઍમ્બૅસૅડર્સનાં મોટાં પોસ્ટર્સ લહેરાતાં જોઈ શકાય છે. આ પોસ્ટર્સમાં આલિયા ભટ્ટ તો દેખાય છે, પણ ઐશ્વર્યા ક્યાંય નથી દેખાતી. આ વિડિયો જોઈને ફૅન્સ વચ્ચે ચર્ચા થઈ રહી છે કે શું આલિયાએ કાન ફેસ્ટિવલમાં ઐશ્વર્યાને રિપ્લેસ કરી છે?

આલિયા ભટ્ટ હૅન્ડ-પેઇન્ટેડ આર્ટવર્કવાળું બૉલ-ગાઉન પહેરીને છવાઈ ગઈ કાન ફેસ્ટિવલમાં

ફ્રાન્સના કાન શહેરમાં ૭૯મા વાર્ષિક કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. આ ફેસ્ટિવલ ૧૨થી ૨૩ મે દરમ્યાન યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં ગઈ કાલે આલિયા ભટ્ટ પોતાના ગ્લૅમરસ લુકમાં જોવા મળી હતી. તે વૈશ્વિક બ્યુટી-બ્રૅન્ડ લૉ​રિઆલની ગ્લોબલ ઍમ્બૅસૅડર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આલિયાનો આ લુક કોઈ ડિઝની મૂવીના પાત્ર જેવો જાદુઈ લાગી રહ્યો છે.

આલિયા બીજી વાર આ પ્રતિષ્ઠિત ફૅસ્ટિવલનો ભાગ બની છે. તેણે અગાઉ ૨૦૨૫માં કાનમાં ડેબ્યુ કર્યું હતું અને હવે આ વર્ષે પણ તેણે ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. ફેસ્ટિવલની શરૂઆતમાં આલિયા ડિઝાઇનર યશ પાટીલ દ્વારા ડિઝાઇન કરાયેલા ૧૯૫૦ની સ્ટાઇલના પ્રિન્સેસ લુકવાળા વૉટરકલર-પ્રિન્ટ બૉલ-ગાઉનમાં જોવા મળી હતી. આ ડ્રેસ પર ફ્રેન્ચ રિવીએરાથી પ્રેરિત હૅન્ડ-પેઇન્ટેડ આર્ટવર્ક કરવામાં આવ્યું હતું.

cannes film festival alia bhatt entertainment news bollywood bollywood news